મહારાષ્ટ્રમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ, જાણો ગુજરાતમાં ક્યારે પહોંચશે?
બંગાળની ખાડીમાં વાવાઝોડા રેમલ બાદ ચોમાસાએ સ્પીડ પકડી છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. બહુ જલ્દી ગુજરાત પહોંચી જશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર, 7 થી 10 જૂન વચ્ચે દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા, પૂનામાં વરસાદ થઈ શકે છે. અહીં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈમાં 10 જૂન સુધી ચોમાસુ પહોંચી જશે.

મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે અને તેની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે. અહીં પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં ભારે પવન જોવા મળી શકે છે.
નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ જોવા મળશે. આ સિવા. ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે અને 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ધીરે ધીરે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારબાદ ચોમાસુ ગુજરાતમાં પહોંચશે.












Click it and Unblock the Notifications
