Monsoon withdrawal 2025 : આગામી બે દિવસમાં ચોમાસું સત્તાવાર વિદાય લેશે, જાણો આગામી 7 દિવસની આગાહી
Monsoon withdrawal 2025 : ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ લંબાયા બાદ ચોમાસું (Southwest Monsoon) વિદાય લેવા માટે તૈયાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 2 થી 3 દિવસ માં ચોમાસું રાજ્યમાંથી સંપૂર્ણપણે વિદાય લઈ શકે છે.
ચોમાસાની વિદાય સાથે જ ગુજરાતમાં સૂકા અને ઠંડા વાતાવરણની શરૂઆત થશે, જે ધીમે ધીમે શિયાળાના આગમન તરફ દોરી જશે.

હાલ ચોમાસાની વિદાય રેખા (Withdrawal Line) વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી થઈને પસાર થઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના બાકીના ભાગો તેમજ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે.
તાજેતરમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાતી વાવાઝોડું શક્તિ હવે નબળું પડીને ડિપ્રેશન માં ફેરવાઈ ગયું છે. આ સિસ્ટમ હવે પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ આગળ વધીને આગામી 12 કલાકમાં વધુ નબળી પડવાની શક્યતા છે. આ સિવાય હરિયાણા પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતના હવામાન પર ખાસ નહીં રહે.
આ બે સિસ્ટમો નબળી પડવાને કારણે હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે અને વાતાવરણ શુષ્ક (Dry) બનશે. IMD અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ તે પછી તેમાં ક્રમશ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
આગામી આખા સપ્તાહ દરમિયાન લઘુત્તમ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે. મોટાભાગના વિસ્તારોમાં હવે વરસાદ ઘટશે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.












Click it and Unblock the Notifications
