Morbi By-Election Result 2020 Live Updates: 20 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ
Morbi Assembly By Election Result Live Update: મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા આગળ
- મોરબીમાં બ્રિજેશ મેરજા 4354 મતોથી જીત્યા.
- મોરબીમાં 20 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા 3252 મતોથી આગળ નીકળ્યા.
- મોરબીમાં 17મા રાઉન્ડમાં ભાજપની આગેકૂચ, ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા 1022 વોટથી આગળ
- મોરબીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપના બ્રિજેશ મિરજા કોંગ્રેસથી પાછા આગળ નિકળ્યા.
- મોરબીમાં જેયંતિલાલ પટેલ પાછળ છે, કોંગ્રેસના ઉમેદવાર 30 મતથી આગપાછળ નિકળ્યા
- મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ, કોંગ્રેસે લીડ બનાવી, ભાજપના ઉમેદવાર 400 વોટ પાછળ
ગુજરાતની આઠ વિધાનસભા ચૂંટણી પર લેવાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે મોરબી વિધાનસભા સીટ સહિત ગુજરાતની આઠ સીટ પર મતગણતરી થઈ રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020 સાથે મોરબી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.

જણાવી દઈએ કે મોરેબી સીટ પર 12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવાોરની યાદી પર નજર ફેરવીએ તો ભટ્ટી હુશેનભાઈ ભચુભાઈ (All India Majlis-E-Inquilab-E-Millat), બ્રિજેશ મેરજા (ભાજપ), જયંતિલાલ જેરાજભાઈ પટેલ (કોંગ્રેસ) ચૂંટણી લડ્યા જ્યારે સ્વતંત્ર ઉમેદવારોની વાત કરીએ તો કાસમ હાજીભાઈ સુમરા, જાદવ ગિરિશભાઈ ગોવિંદભાઈ, જેડા અબ્દુલબાઈ હાજીભાઈ, પરમાર વસંતલાલ દામજીભાઈ, બ્લોક ઈસ્માઈલ યરમહમદબાઈ, ભિમાણી જ્યોત્સનાબેન સવજીભાઈ, મકવાણા પરસોત્તમ વાલજી, મોવાર નિજામભાઈ ગોફુરબાઈ અને સીરજ અમિરાવીલ પોપાટિયા સાામેલ છે.
મોરબીમાં ટેક્નિકલ ખામીને કારણે મતગણતરી અટકી, 2 કલાકમાં તમામ રિઝલ્ટ જાહેર થઈ શકે છે.












Click it and Unblock the Notifications
