રાજકોટ, 18સપ્ટેમ્બર: રવિવારે સવારે સામખિયાળી નજીક આવેલા સૂરજબારી પુલ પાસે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં મોરબીના ત્રણ ઉદ્યોગપતિના મોત નિપજ્યાં હતાં. જેના કારણે સીરામીક ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ રવિવારે વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતમાં મોરબીના આ ચાર વેપારીઓની ગાડીને પંક્ચર પડતાં તેઓ વ્હીલ બદલતા હતા. તે સમયે પૂરઝડપે જઇ રહેલાં એક ડમ્પરચાલકે તેઓને અડફેટે લીધા હતા. એકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવથી મોરબીના સિરામિક ઉદ્યોગ જગતમાં પણ અરેરાટી ફેલાઈ હતી.
આ અકસ્માતમાં ઉધોગપતિ હસમુખ કનેટિયા (ઉ.વ.40) મયુર મેરજા (ઉ.વ.32) અને ભરત પનારા (ઉ.વ.42)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
Morbi plunged into grief on Sunday when three young industrialists of this ceramic town died in a gruesome accident near Samakhiyali bridge in Bhachau taluka of Kutch.