ઢુંઢર રેપ કેસઃ આરોપીની મા બોલી- દીકરો દોષિ હોય તો ફાંસી આપી દો
ઢુંઢર રેપ કેસઃ આરોપીની મા બોલી- દીકરો દોષિ હોય તો ફાંસી આપો
ઢુંઢર રેપ બાદ ગુજરાતમાં જેવી રીતે યુપી અને બિહારના લોકો પર હુમલા થઈ રહ્યા છે તેને જોઈ રાજકારણ ગરમાયું છે. 14 મહિનાની માસૂમ બાળકી પર રેપની ઘટના બાદ આરોપીની માએ અપીલ કરી છે કે જો મારો દીકરો દોષિત હોય તો ફાંસીએ લટકાવી દો, પરંતુ તેમને કારણે બિહારના તમામ લોકોને ગુજરાતની બહાર ન કાઢો. આરોપીની મા રમાવતી દેવીએ કહ્યું કે જો દીકરો દોષિત હોય તે તેને ફાંસી આપી દો, મારા દીકરાએ અપરાધ કર્યો છે તેના કારણે બીજા લોકોને પરેશાની ન થવી જોઈએ.

મિત્રો સાથે ગુજરાત ભાગી ગયો હતો
જણાવી દઈએ કે 14 માસની માસૂમ બાળકી સાથે રેપ કરવાનો આરોપી બિહારના સરલ જિલ્લાના માંઝી બ્લૉકનો રહેવાસી છે, આરોપીના પિતા મજૂરી કામ કરે છે. આરોપીના ઘરવાળાઓનું કહેવું છે કે એમનો દીકરો માનસિક રૂપે ઠીક નથી અને તે અજીબ વ્યવહાર કરે છે, આ કારણે તે માત્ર 5મા ધોરણ સુધી જ ભણ્યો. તે ચાર ભાઈઓમાં ત્રીજા નંબરે છે અને બે વર્ષ પહેલા પોતાના મિત્રો સાથે ગુજરાત ગયો હતો. પૈસા કમાવવા માટે તે કોઈને પણ કહ્યા વિના જ અહીંથી ચાલ્યો ગયો હતો. તેના ઠેકાણા વિશે અમને થોડા મહિના પહેલા જ જાણકારી મળી હતી.

માનસિક રૂપે આરોપી ઠીક નથી
આરોપીના ઘરવાળાઓએ કહ્યું કે વર્ષ 2016માં માતા-પિતાને જણાવ્યા વિના તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. જ્યારે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. સોમવાર બાદ કોઈપણ મોટી ઘટના સામે આવી નથી અને ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

10 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો
આ બધાની વચ્ચે અમદાવાદ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સાઈબર સેલે 10 લોકો વિરુદ્ધ આઈટી એક્ટની કલમ 66સી, 67 અંતર્ગત અફવા ફેલાવવાના આરોપમાં મામલો નોંધાવ્યો છે. આ લોકો પર આ લોકો સોશિયલ મીડિયા પર લોકોને ભડકાવવા અને હિંસા ફેલાવતા સંદેશ ફેલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે 14 મહિનાની માસૂમ સાથે રેપની ઘટના બાદ ગુજરાતમાં રહેતા બિહારી મજૂરો પર હિંસાની ઘટના વધી ગઈ છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
