For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાતઃ સોલાર ક્ષેત્રે થયો એમઓયુ

By Super
|
Google Oneindia Gujarati News

GISE-PDPU
ગાંધીનગર, 10 જાન્યુઆરીઃ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમીટ 2013માં સોલાર ક્ષેત્રે એમઓયું કરવામાં આવ્યો છે. આ એમઓયુ સમીટમાં યોજાયેલા શૈક્ષણિક સમેલન(ICAI)માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી, ગાંઘીનગર અને પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટી વચ્ચે કરવામાં આવ્યો છે.

એમઓયુ દરમિયાન ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જીના ડિરેક્ટર સંધ્યાબેન શાહ અને પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીના ડો ઇન્દ્રજીત મુખોપાધ્યાય હાજર રહ્યાં હતા. સૌર ઉર્જામાં કરવામાં આ એમઓયુથી વિદ્યાર્થીઓને સૌર ઉર્જા ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે અને સૌર ક્ષેત્રે નવા સંશોધનોથી રોજગારીની તકો વધુ ઉજવળ બનશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ગુજરાત સરકારના ટેકનીકલ શિક્ષણ વિભાગે કેનેડાની સેનેકા કોલેજ સાથે સશોધન અને વિકાસ તથા નવી બાબતોના વિસ્તાર માટે, શિક્ષણની વિવિધ શાખાઓમાં સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના માટે તથા ઉચ્ચ શિક્ષણ ફોરમની સ્થાપના માટે એમઓયુ કર્યા હતા. રાજ્ય સરકારની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીએ યુકેની યુનિવર્સિટી ઓફ લેન્કેશાયર સાથે ગુણવત્તાની પ્રતિબદ્ધતા માટેની પ્રક્રિયાના આયોજન માટે, શિક્ષણ, અભ્યાસ, સશોધન તથા જ્ઞાનના આદાનપ્રદાન માટેની સમજૂતિ માટે કરારો કર્યા હતા.

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીએ કેડીલા ફાર્માસ્યુટીકલ્સ લિમીટેડ સાથે લાઇફ સાયન્સના ક્ષેત્રમાં વિશ્વકક્ષાની યુનિવર્સિટીના નિર્માણ માટે એમઓયુ કર્યા હતા. આ પરાત ગુજરાતના સામાજિકઆર્થિક વિકાસ માટે, ગુજરાતમાં ઔદ્યોગિક સશોધનો તથા ભવિષ્યની તાલિમી માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટેના આયોજનો અગે એમઓયુ થયા હતા. જયારે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી., ગાધીનગર)એ યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવન સાથે શૈક્ષણિક કાર્યક્રમો, માહિતી અને સશોધનોના આદાનપ્રદાન, શૈક્ષણિક સામગ્રીના આદાનપ્રદાન, ટૂકાગાળાના શૈક્ષણિક કાર્યક્રમોના સયુકત આયોજન તથા વિદ્યાર્થીઓ અને તજજ્ઞોના આદાનપ્રદાન માટે એમઓયુ કર્યા હતા. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, ૬ઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટની મુખ્ય મધ્યવર્તી થીમ જ ‘નોલેજ' છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓની આતરરાષ્ટ્રીય પરિષદ(ICAI))નો પ્રારભ કરતાં ઉચ્ચ અને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રે જ્ઞાનના આદાનપ્રદાન અને સહભાગીતા માટેનુ વૈશ્વિક ફોરમ ઉભુ કરવાનુ પ્રેરક સૂચન કર્યું હતુ. ગુજરાતે આતરરાષ્ટ્રીય પરિષદનુ આયોજન કરીને માનવ સસાધન વિકાસ માટેની આ તક પલબ્ધ કરી છે, તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતુ.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ ર૦૧૩ અતર્ગત આજથી ગાધીનગર નજીક પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પરિસરમાં માનવ સસાધન વિકાસના ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણના જ્ઞાન સહયોગ માટેની આ પરિષદ થઇ છે. જેમાં ર૬૦ જેટલી ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓના કેળવણીકારો અને શિક્ષણવિદો ભાગ લઇ રઘા છે. આ પરિષદમાં ૧૪પ જેટલી ઇન્ટરનેશનલ બાવન ભારતભરના રાજ્યોની અને ગુજરાતની ૬૭ શિક્ષણ સસ્થાઓ પરસ્પર સહભાગીતાના વિનિયોગ માટે સામૂહિક ચિતન અને મનન કરશે.

English summary
duirng ICAI in vibrant gujarat summit 2013, MoU on solar sector between gujarat institute of solar enargy and pandit dindayal petrolium university.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X