વિશ્વનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં બનાવશે મુકેશ અંબાણી, 2023માં ખુલવાની આશા

મુકેશ અંબાણી વિશ્વનુ સૌથી મોટુ ZOO(પ્રાણી સંગ્રહાલય) બનાવવા જઈ રહ્યા છે.

ગાંધીનગરઃ દેશના સૌથી અમીર વ્યક્તિ અને સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણી એક ZOO(પ્રાણી સંગ્રહાલય) બનાવવા જઈ રહ્યા છે. અંબાણી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં આ પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તે દુનિયાના સૌથી મોટા ઝુમાંનુ એક હશે. રિલાયન્સ કૉર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નાથવાણીએ કહ્યુ કે વર્ષ 2023માં આ ઝુ ખુલવાની આશા છે. તેમાં સ્થાનિક સરકારની મદદ કરવા માટે એક રેસ્ક્યુ સેન્ટર પણ શામેલ હશે.

mukesh ambani

બ્લૂમબર્ગ બિલેનિયન ઈંડેક્સ અનુસાર હાલમાં મુકેશ અંબાણી દુનિયાના 11માં સૌથી વધુ અમીર વ્યક્તિ છે અને તેઓ 80.9 અબજ ડૉલર(લગભગ 5794.18 અબજ રૂપિયા)ની સંપત્તિના માલિક છે. ફૉર્બ્ઝ બિલિયોનેર ઈંડેક્સ અનુસાર અંબાણી દુનિયાના 12માં સૌથી વધુ અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તિ 79.1 અબજ ડૉલર છે. હાલમાં જ ચીની વેપારી ઝોંગ શાનશાન મુકેશ અંબાણીના સ્થાને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં વધારો નોંધવામાં આવ્યો છે.

આરઆઈએલની બજારની સ્થિતિ 24,914 કરોડ રૂપિયાથી વધીને 13,18,952.34 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે અમેરિકી ટેકનોલૉજી ફર્મ કાલકૉમ સાથે મળીને રિલાયન્સ જિયોએ અમેરિકામાં પોતાની 5જી ટેકનોલૉજીનુ સફળ પરીક્ષણ કર્યુ છે. અમેરિકાના સેન ડિએગોમાં થયેલ એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં આ ઘોષણા કરવામાં આવી હતી. રિલાયન્સ જિયોના પ્રમુખ મેથ્યુ ઓમાને કહ્યુ હતુ કે કાલકૉમ અને રિલાયન્સની સબસિડરી રેડિસિસ સાથે મળીને અમે 5જી ટેકનિક પર કામ કરી રહ્યા છે જેથી ભારતમાં તેને જલ્દી લૉન્ચ કરી શકાય. 15 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ 5જી ટેકનોલૉજીના આવિષ્કારની ઘોષણા કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X