For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બનશે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સુરત, 2 જાન્યુઆરી: 'ડાયમંડ સિટી' તરીકે ઓળખવામાં આવતું સુરત શહેર હવે વધુ એક કારણથી ચર્ચામાં છે. મુંબઇના એક બિલ્ડરે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગના નિર્માણ માટે એક ખૂબ જ મહાંત્વાકાંક્ષી પ્લાન બનાવ્યો છે. જો ખરેખર આમ થાય તો તમારે દુબઇ જઇને બુર્જ ખલીફા જોવાની કોઇ જરૂરિયાત નહી પડે. દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગનો નજારો પોતાના દેશમાં જ જોઇ શકશો.

મુંબઇના રહેવાસી રિયલ એસ્ટેટ ડેવલોપર હરિહર મહાપાત્રાએ સુરતમાં 1.2 કિલોમીટર ઉંચી બિલ્ડિંગના નિર્માણ વિશે વિચાર્યું છે. તેમનો દાવો છે કે આ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે. મહાપાત્રાએ આ બિલ્ડિંગના નિર્માણ માટે ખાજોડમાં પ્રસ્તાવિત ડ્રીમ સિટીને પસંદ કરી છે. આ બિલ્ડિંગના નિર્માણમાં લગભગ 1,200 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. મહાપાત્રાની ફર્મે આ બિલ્ડિંગ માટે એક સ્વેર કિલોમીટર એરિયાની માંગ કરી છે.

surat

સુરતના ક્લેક્ટર રાજેન્દ્ર કુમાર સાથે ચર્ચા બાદ આ પ્રસ્તાવને ગુજરાત ઇંફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેંટ બોર્ડ (જીઆઇડીબી)ની પાસે મોકલી આપવામાં આવેલી છે. રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે 'કંપની આ શાનદાર બિલ્ડિંગને પેટેંટ કરવામાં આવેલી એક નવી ટેક્નોલોજીના માધ્યમથી બનાવવાનો પ્લાન કરી રહી છે.

એક મોટા સરકારી અધિકારીએ જણાવ્યું કે 'આ એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જેના લીધે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઘણી સરકારી એજેંસીઓની મંજૂરી હોવી જોઇએ.' મહાપાત્રાનો સંપર્ક કરવામાં આવ્યો તેમણે આ અંગે કોઇપણ જાણકારી આપવાની મનાઇ કરી દિધી.

English summary
It's a towering idea that promises to take the Diamond City to new heights.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X