મુંબઇમાં વિસ્ફોટ, ગુજરાતી પરિવારના 5 સભ્યો ભોગ બન્યા

અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડને ચાર ગાડીઓ અને ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આઠ ઇજાગ્રસ્તોને રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં જ્યાં પાંચ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ અધિકારીઓને શંકા છે કે આ ઘટના સિલેન્ડર ફાટતાં આ સર્જાઇ છે.
મૃતકોની ઓળખ સાવકા પટેલ (ઉ.વ 55), ગણેશ પટેલ (ઉ.વ 25), મનીષા (ઉ.વ 15) અને નેહા (ઉ.વ 13)ના રૂપમાં કરવામાં આવી છે જ્યારે ઇજાગ્રસ્તોમાં અમિત હરિજન (ઉ.વ 27), ભૈયાલાલ (ઉ.વ 25) તથા મંગેશ પટેલ (ઉ.વ 30)નો સમાવેશ થાય છે. તેમને ઘાટકોપરના રાજાવડી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. એટીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. અને આ અંગે વધુ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
