વિકાસનો વાયરોઃ જુહાપુરાની મુસ્લિમ મહિલાઓ ભાજપમાં જોડાશે

મહિલાઓનો ભાજપ તરફનો ઝુકાવ એટલા માટે સત્તાધિશ પાર્ટી માટે મહત્વનો છે, કારણ કે અહીં 3 લાખ કરતા પણ વધારે મુસ્લિમો છે, અને જુહાપુરા હિન્દુ વોટ બેન્કની વેજલપુર બેઠકમાં આવે છે. 35 ટકા મતબેન્ક મુસ્લિમોની હોવા છતાં પણ ભાજપના ઉમેદવાર કિશોર ચૌહાણ ડિસેમ્બર 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી વિજય મેળવવામાં સફળ રહ્યાં હતા.
આ મહિલાઓના સમૂહનું નેતૃત્વ કરી રહેલા સ્થાનિક કાર્યકર્તા શહેનાઝ મલેક લાંબો સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા., ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે શહેનાઝ મલેકે કહ્યું, ' તેઓ શિક્ષિત અને માહિતગાર મુસ્લિમ મહિલા છે. હું રાજકારણમાં કાર્યરત છું અને માનું છું કે એ પળ છે કે સુનિશ્ચિત કરી શકાય કે આ સમુદાય મુખ્ય પ્રવાહનો ભાગ બની શકે છે.'
તેમણે ઉમેર્યું કે, એકવાર અમે ભાજપ સાથે કામ કરવાનો આરંભ કરીશું તો વધુ લોકો અમારી સાથે જોડાશે. તેમની સાથે કામ કરતા શેખ પરવીન, નગ્મા બગવાન અને નિલોફર મનસૂરે કહ્યું છે કે તેમણે ભાજપના શાસનમાં પરિવર્તન જોયું છે.












Click it and Unblock the Notifications
