નડિયાદઃ નેશનલ હાઈવે 8 પર ગોજારો અકસ્માત, 5 લોકોના મોત
નડિયાદઃ નેશનલ હાઈવે 8 પર ગોજારો અકસ્માત, 5 લોકોના મોત
અમદાવાદઃ નડિયાદ જિલ્લામાં રવિવારે મોડી રાતે ગોજારો રોડ અકસ્માત થયો જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા. આ ભીષણ અકસ્માત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-8 પર થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોડી રાતે બે કાર આમને સામને આવી જતાં ટક્કર થઈ હતી. જેમાં સવાર પાંચ લોકોના મોત થયાં છે. ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારના લીરે લીરાં ઉડી ગયાં હતાં.

તમામ ઘાયલોને હોસ્પિટલે લઈ જામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ભૂચ જિલ્લાના મોહમ્મદપુરા વિસ્તારના શાકભાજી માર્કેટમાં રવિવારે સાંજે ભીષણ આગ લાગી. આ અગ્નિકાંડમાં 10 દુકાનો સળગી સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. જો કે દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનાનીના સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, જે સબ્જી મંડીમાં આજે આગ લાગી, તે શાકભાજીની હોલસલ માર્કેટ હતી.












Click it and Unblock the Notifications
