નલિયા દુષ્કર્મકાંડ: 4 ભાજપના કાર્યકરોને કરવામાં આવ્યા સસ્પેન્ડ

Posted By:
Subscribe to Oneindia News

નલિયા દુષ્કર્મકાંડમાં ભાજપે મોડે મોડે પણ કડક વલણ અપનાવીને આ મામલે તેના ચાર કાર્યકર્તાઓ શાંતિલાલ સોલંકી, વસંત ભાનુશાળી, અજીત રામવાણી અને ગોવિંદ પારૂમલાણીને આખરે તેમના પદથી સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છે કે આ સમગ્ર પ્રકરણ અત્યાર સુધીમાં 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે અને ખાલી 3 લોકોની જ ધરપકડ થઇ છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં આરોપી તેવા અશ્વિન ઠક્કર, વિનોદ ભીંડે અને તેના પુત્ર ચેતનની ધરપકડ કરી છે.

rape


ત્યારે નલિયાકાંડમાં જે વિગતો બહાર આવી છે તે ખરેખરમાં ચોંકવનારી છે. નોંધનીય છે કે પીડીતા સાથે નલિયામાં નવ લોકોએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. એટલું જ નહીં આ એફઆઇઆરમાં કેટલાક લોકો દ્વારા અહીં 30 થી 40 યુવતીઓને ફસાવીને મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની વાત પણ ઉચ્ચારવામાં આવી હતી. અને આ તમામ ભાજપ ભાજપી કાર્યકર્તાઓનો હાથ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ કેસની શરૂઆતમાં ભાજપ નરમી ભરેલું વર્તન રાખ્યું હતું. અને જણાવ્યું હતું કે ફરિયાદમાં નામો અધુરા છે અને જો આરોપ થશે તો જ તેમની પર પગલાં લેવામાં આવશે. જો કે તે બાદ આ મામલે વિવાદ વધતા આજે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


નલિયા દુષ્કર્મની વિગતો મુજબ નલિયાના કોઠારા ગામની એક 24 વર્ષીય યુવતીને નોકરી આપવાના બહાનું આપી શાંતિભાઇ સોલંકીએ એડવાન્સ સેલેરી આપવાની કહી ઘરે બોલાવી હતી અને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કર્યું હતું. વળી યુવતીનો વીડીયો બનાવીને તેને બ્લેકમેલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. યુવતીનો વધુમાં આરોપ છે કે તેમની પાસે આવી 30 થી 40 અન્ય યુવતીઓ પણ છે. ત્યારે હાલ પોલીસ આ તમામ મામલે આગળ તપાસ કરી રહી છે.

English summary
Naliya Rape Case: 4 BJP Workers Suspended by BJP. Read more news on it here.
Please Wait while comments are loading...