નમો-ઇ-ટેબનું CM રૂપાણીએ કર્યું વિતરણ, 1000 રૂ. ટોકન

Posted By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં રાજ્ય સરકાર તરફથી યુવાનોને 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબલેટ વિતરણ કરાવાની યોજનાનો આજે પ્રારંભ કર્યો હતો. કોલેજ- ઇજનેરી પોલિટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટનું વિતરણ કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. આ ટેબલેટને નમો-ઇ-ટેબ-ન્યુ એવન્યુઝ ઓફ મોર્ડન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટનું નામ આપવામાં આવ્યું છે. સરકાર આ દ્વારા પોલિકેટનીકના પ્રથમ વર્ષમાં દાખલો મેળવનાર સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપશે. જે માટે સરકારે બજેટમાં 200 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.

cm rupani

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે 1000 રૂપિયાની ટોકન કિંમતે જે ટેબ્લેટ આપી રહ્યા છે તેની 30 કરોડ જેટલી રકમ પણ યુવા વિદ્યાર્થીઓના હિતમાં જ સરકાર ઉપયોગ કરશે. આ રકમથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ વાઇ-ફાઇ કરાશે અને ડિઝીટલ ક્લાસરૂમનું નિર્માણ થશે. સાથે જ ઇ લાઇબ્રેરીની સુવિધા પણ સુદ્રઢ કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે બજેટમાં રૂ. 25000 કરોડનું બજેટ શિક્ષણ માટે ફાળવાયું હતું. ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આંતરાષ્ટ્રીય કક્ષાનું હબ બને તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેમ પણ નીતિનભાઇએ કહ્યું હતું.

English summary
NAMO e-Tab is provided to college student by CM Vijay Rupani in Ahmedabad.
Please Wait while comments are loading...