ગુજરાતની યુવતીએ જીત્યો નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ
જેતપુપાવી તાલુકાના પાણીબાર ગામની નમ્રતા રાઠવા એ હાલમાં પંજાબ નાં જલંધર ખાતે યોજાયેલી પાંચ દિવસિય નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં ગુજરાત રાજ્ય તરફથી રમવા માટે ગઇ હતી, અને જલંધર માં યોજાયેલ કિક બોક્સિંગ માં દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બોકસરો ને મ્હાત આપી નમ્રતા રાઠવા એ બે ગોલ્ડ મેડલ તેમજ એક સિલ્વર મેડલ જીતી નેશનલ કિક બોક્સિંગ ગેમમાં ચેમ્પિયન બની ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લા તેમજ પાણીબાર ગામ નું નામ રોશન કર્યું છે.

આ આગાઉ નમ્રતા રાઠવાએ જિલ્લા લેવલે તેમજ રાજ્યકક્ષાની કિક બોક્સિંગ ચેમ્પિયન ગેમ્સમાં પણ અનુક્રમે બન્ને માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને હાલ રાષ્ટ્રીય કક્ષાએ પંજાબનાં જલંધર ખાતે ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવતા હવે નમ્રતા રાઠવા ઓક્ટોબર/નવેમ્બર માં પોર્ટુગલ ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ બોક્સિંગ ગેમ રમવા માટે પણ જશે તેમ તેની એ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
