For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇની રાજદાર ખોલશે અનેક રહસ્યો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 નવેમ્બર: નારાયણ સાંઇની મહત્વપૂર્ણ રાજદાર ગંગાની ધરપકડ બાદ હવે દુનિયા સમક્ષ નારાયણ સાંઇના અનેક રહસ્યો પરથી પડદો ખુલશે. યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામનો પુત્ર અને બળાત્કારના આરોપી નારાયણ સાંઇ ધરપકડથી બચવા માટે નાસતો ફરે છે પરંતુ હવે તે પોલીસને છેતરી શકશે નહી કારણ કે તેની મહત્વપૂર્ણ રાજદાર અને પ્રમુખ સેવિકા પોલીસના શકંજામાં આવી ગઇ છે.

હવે નારાયણ સાંઇની સચ્ચાઇ દુનિયાથી ગુપ્ત નહી રહી શકે. કારણ કે હવે નારાયણ સાંઇની રાજદાર ગંગા અને તેના પતિની સુરત પોલીસ ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ બંનેની પુછપરછ કરી હકિકત સામે લાવશે. હવે નારાયણ સાંઇને દરેક ગુનાની તેના બહુરૂપ પરથી પડદો ખુલશે. કારણ કે નારાયણ સાંઇ વિરૂદ્ધ બળાત્કારનો ગુનો દાખલ થયા બાદ તેમની સેવાદાર ગંગા સુરત આશ્રમમાંથી ફરાર થઇ ગઇ હતી. પરંતુ પોલીસ ધરપકડ બાદ હવે સંતાકૂકડીનો ખેલ ખતમ થઇ ગયો છે અને તપાસ શરૂ થઇ ગઇ છે.

ganga-narayan-sai

પોલીસની ધરપકડથી બચવા માટે પહેલાં પોતે સંતાતા ફરતા હતા ત્યારબાદ ઓળખ સંતાડવા માટે પોતાનો ચહેરો બદલ્યો. પોલીસ ધરપકડમાં આવેલી નારાયણ સાંઇની સેવિકા અને તેમની રાજદાર ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા પટેલની પુછપરછ બાદ અનેક રહસ્યો ખુલશે.નારાયણ સાંઇ વિરૂદ્ધ બંને બહનો સાથે બળાત્કાર ગુજરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તથા ગંગા પર તે છોકરીને ડરાવવા ધમકાવવાનો અને નારાયણ સાંઇની મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં નારાયણ સાંઇ વિરૂદ્ધ સુરતમાં એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે.

આશા વ્યક્ત કરવામાં આવી છે કે ગંગા માધ્યમથી હવે સુરત પોલીસ નારાયણ પોલીસ સુધી પહોંચવામાં સફળ થશે. સુરત પોલીસને પણ આશા છે કે ગંગા સાથે પૂછપરછ બાદ નારાયણ સાંઇ સાથે જોડાયેલા અનેક રહસ્યો ખુલશે હવે ગંગા પોલીસ જણાવશે કે આશ્રમમાં કેવી રીતે નારાયણ સાંઇ માટે છોકરીઓ સપ્લાઇ કરવામાં આવતી હતી. આશ્રમનઈ મહિલા સેવાદાર કેવી રીતે મહિલાઓને આસ્થા, ભક્તિ અને સારવારના નામે પોતાની જાળમાં ફસાવતી હતી અને પછી તેમને આસારામ અને નારાયણ સાંઇ પાસે મોકલવામાં આવી હતી.

આ સાથે પોલીસને એ વાતની તપાસ કરશે કે સુરત આશ્રમમાં યૌન શોષણની શિકાર થયેલી છોકરીની હેરાફેરી હજુ કેટલી માસૂમ છોકરીઓના નામ સામેલ છે.

English summary
A local court has granted police remand of seven days for Dharmishtha Patel alias Ganga, a co-accused of Narayan Sai, in a rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X