નરેન્દ્ર મોદીએ 3ડી ટેક્નોલોજીથી ચાર સભા સંબોધી

ગુજરાત ભાજપની આઇટી ટીમની મહેનતથી મુખ્યમંત્રી ગાંધીનગરમાં બેસીને ભલે સંબોધન કરતા હોય પણ દરેક સભા સ્થળે પ્રત્યક્ષ હાજર રહીને સભા સંબોધી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
આ કુતુહૂલ જોવા માટે નાગરિકોએ નિર્ધારિત સ્થળોએ સાંજથી જ ભીડ જમાવવાની શરૂ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ભાષણનું જીવંત પ્રસારણ નમોગુજરાત ટીવી ઉપર પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ આયોજિત આ ચાર જાહેર સભાને સંબોધન કરવા માટે આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને શિવ સેનાના સ્થાપક તથા પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના અવસાન બાદ સાંજે યોજાયેલી તેમની અંતિમક્રિયામાં હાજરી આપવાનો કાર્યક્રમ રદ કર્યો હતો.












Click it and Unblock the Notifications
