For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ રાહુલ ગાઁધીનું નામ લીધા વગર સાધ્યુ નિશાન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલીતાણા ખાતે વિજળ જન સભાને ભારતીય જનતા પાર્ટી તરફ જંગી મતદાન કરવા સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, આજે પાલિતાણાની જનતાએ રંગ રાખ્યો છે.ગઇકાલના સુરતના પ્રવાસને યાદ કરતા જણાવ્યું કે ગ

|
Google Oneindia Gujarati News

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલીતાણા ખાતે વિજળ જન સભાને ભારતીય જનતા પાર્ટી તરફ જંગી મતદાન કરવા સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, આજે પાલિતાણાની જનતાએ રંગ રાખ્યો છે.ગઇકાલના સુરતના પ્રવાસને યાદ કરતા જણાવ્યું કે ગઇકાલે ભાજપના સમર્થનમાં આખુ સુરત બહાર આવ્યું હતું. સુરત સભાનો કાર્યક્રમ હતો રોડ-શોનો કોઇ કાર્યક્રમ ન હતો પરંતુ રોડ- શોમાં કેસરિયો જન સાગર દેખાતો હતો. સુરતના દ્રશ્યો મારા હ્રદયને સ્પર્શીયો છે અને આજે પણ અંહી જન સાગર ઉમટયો છે.

NARMADA MODI

મોદી વધુમાં જણાવ્યું કે, આ ચૂંટણી આપણું ગુજરાત સમૃદ્ધ બને અને વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરે તેનો નિર્ણય કરશે.આઝાદીના 100 વર્ષે દેશના વિકાસની નવી ઉંચાઇ પર લઇ જવાની આ ચૂંટણી છે. ગુજરાતનો મતદાર સમજદાર છે. ગુજરાતની જનતા ભાજપ પર ભરોસો કરે છે કારણ કે આપણા વડિલોએ પહેલા કોંગ્રેસની સરકારના દિવસો જોયા છે. દેશની એકતામાં જેમ સરદાર સાહેબનું યોગદાન હતું તેમ દેશની એકતામાં રાજારજવાડાનું પણ યોગદાન હતું. આ દેશની આવનારી પેઢી જાણે કે અમારા રાજવી પરિવારોએ કેટલો મોટો ત્યાગ કર્યો એટલા માટે એકતા નગરમાં રાજવી પરિવારોનું મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે.

ગુજરાત રાજય પ્રગતી કરી રહ્યુ છે તેના મૂળમાં એકતા છે. કોંગ્રેસની મૂળ વિચારઘાર ભાગલા કરો અને રાજ કરો. વર મરો,કન્યા મરો પણ ગોર મહારાજનું તરભાણુ ભરો આ કોંગ્રેસની ચાલાકી હતી.ગુજરાત અને મરાઠાઓને લડાવાનું કામ કોંગ્રેસ કરતી હતી. ગુજરાતમાં કાઠીયાવાડ અને ગુજરાતને લડાવાનુ કામ કર્યુ.ગુજરાતના લોકો જાગૃત છે, ગુજરાતે એકતાનો રસ્તો અપનાવ્યો, આ એકતાના રસ્તાના પરિણામે એક જમનામાં મંદિર અને બજારોમાં બોમ્બ ધડાકા થતા ત્યારે સુરક્ષાના વાતાવરણ આપાવવામાં ગુજરાતની જનતાએ એકતાની તાકાત પકડી. ગુજરાત આજે 20 વર્ષથી નિરાંતર વિકાસ કરી રહ્યું છે. ભાજપે જયારે જનતાની સેવા કરવાનું શરૂ કર્યુ ત્યાથી દરરોજ ભાજપા પ્રત્યે જનતાનો વિશ્વાસ વઘતો જ ગયો અને ભાજપનો લોકો પર ભરોસો વધતો ગયો.

મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સુરક્ષીત, સદભાવના, સમરસ્તાવાળુ, એકતાનું વાતાવરણ એ ગુજરાતનો સ્વભાવ બન્યુ છે. ગુજરાત એકજૂટ થયુ અને વિભાજનકારી શક્તિને ગુજરાતમાં પગપેસારો કરવાની તાકાત ન મળી અને તેના કારણે કોંગ્રેસની વિદાય થઇ. કોંગ્રેસે જો ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવો હશે તો ભાગલા કરો અને રાજ કરો ની વાત છોડવી પડશે. કોંગ્રેસે જાતિવાદ, વોટબેંક, કોમવાદના રંગ છોડવા પડશે. નર્મદાનું પાણી,સૌની યોજના,સુજ્જલામ સુફલામ યોજના ગુજરાતને જળ સંકટ ખતમ કરવાની તાકાત છે,કોંગ્રેસે ખૂબ પ્રયત્નો કર્યા કે નર્માજનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્માદાના કામમાં જેટલા આડા આવવી શકાતુ હતું એટલી બધી રીતે પ્રયત્નો કર્યા. જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ તે 40-40 વર્ષ સુધી નર્મદાને રોકી રાખી તેવા લોકો સાથે કોંગ્રેસ પદયાત્રા કરે છે આ વાત ગુજરાત કયારેય માફ નહી કરે. આજે ગુજરાતમાં પાણી મળવાના કારણે ખેતરો પણ લીલાછમ થઇ ગયા છે.

મોદી વધુમાં જણાવ્યું કે, 20 વર્ષ પહેલા કપાસની ખેતી, વર્ષે 17 લાખ રૂની ઘાસણી થતી આજે એક કરોડ દસ લાખ ઘાસણીનું ઉત્સાદન થાય છે. ફળોના ઉત્પાદનમાં ગુજરાત ત્રણ ગણી વૃદ્ધી કરી છે. આજે 13 લાખ કરતા વધારે ખેડૂતો આજે ટપક સિંચાઇનો ઉપયોગ કરી રહ્યા છે. હવે ખતરે ખેતરે સોલર પંપ આપવામાં આવી રહ્યા છે. સરકારને પહેલા વિજળીના રૂપિયા આપવા પડતા હતા પરંતુ આજે સરકાર ખેડૂતને વિજળીના રૂપિયા આપે તે દિશામાં આજે ગુજરાત વધી રહ્યુ છે. આ દેશમાં કોઇ જૈન પરિવાર એવો ન હોય કે જેણે પાલિતાણા દર્શન આવવાનું મન ન થાય તેના માટે વ્યવસ્થાઓ કરવમાં આવી રહી છે. મહાત્મા ગાંધીને યાદ કરીને હેરિટેજ સર્કિટ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. આજે આ પંથક ટુરિઝમનું નવુ ક્ષેત્ર બનશે. કોંગ્રેસે ગામડાને ભુલવાનું જ કામ કર્યુ છે. ભાજપ સરકારે ગામડામાં ઇન્ટરનેટ,મોબાઇલ કનેકશન,કનેકટીવિટી,ઓનલાઇન સર્વિસ માટે તેજ ગતીથી કામ ચાલી રહ્યુ છે. 2014 પહેલા કોંગ્રેસેની સરકાર હતી ત્યારે 60 ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઇબર નાખવામાં આવ્યો હતો અને ભાજપ સરકારમાં 8 વર્ષમાં 3 લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર અને બ્રોડ બેન્ડ કનેકટીવીટ નાખી છે. આ વખતની ચૂંટણીમાં જંગી મતદાન કરી ભાજપને મત આપજો તેવી વિનંતી કરી.

English summary
Narendra Modi addresses a huge public gathering at Palitana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X