For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી જતાં પહેલાં નરેન્દ્ર મોદીએ ગણાવી પોતાની ઉપલબ્ધિઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-victory
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી: રાજધાની દિલ્હીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં યુવાનો સાથે સંવાદ કરતાં પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગના માધ્યમથી રાષ્ટ્રના યુવાનો અને સિટિજન્સ સમક્ષ પોતાની કેટલીક ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ સાથે તેમને મહત્વપૂર્ણ યોજનાઓ વિશે લોકોને જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગ પર લખ્યું છે 'થોડાં દિવસો પહેલાં અમદાવાદમાં સાબરમતીના કિનારે જ્યારે મે આંતરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું ઉદઘાટન કર્યું, સાબરમતી નદીના કિનારે અમે સાંસ્કૃતિક વૈવિધ્યતાનો અનુભવ કર્યો અને વિવિધ દેશોના સ્પર્ધકોને આવકાર્યા હતા. જોકે, થોડા વર્ષો પહેલા આ ચિત્ર કંઈક અલગ હતું. રિવરફ્રન્ટની મારી મુલાકાતથી હું જુની યાદોમાં સરી પડ્યો. જે સમયે સાબરમતી નદીના પટમાં પાણી સિવાય બધું હતું. અહીં યુવાનો ક્રિકેટ રમતાં અને સર્કસ યોજાતાં હતા.

છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન સાબરમતી નદી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે નદી બારેમાસ પાણીથી છલોછલ રહે છે અને તેની આસપાસ સર્જાતા મનોરંજક જીવંત માહોલના કારણે લોકો આ વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે. આજે, રિવરફ્રન્ટના બાંધકામના કારણે અહીં પાણીનું સ્તર વધ્યું છે અને વરસાદના કારણે થતાં રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. પાણીના સ્તરમાં વધારાના કારણે વિજળીના દરો ઘટ્યા છે. રિવરફ્રન્ટની શ્રેષ્ઠ કામગીરી બદલ ઘણાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓએ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા પત્રો મને લખ્યા છે. ઉલ્લેખનિય છે કે રિવરફ્રન્ટને સૌથી નવીનતમ પ્રોજેક્ટ્સમાં પણ સ્થાન મળ્યું છે

વાત ફક્ત અહીં અટકતી નથી. આ ઉપરાંત ગુજરાતને વિશ્વસ્તરીય શહેરીકરણ મળ્યું છે. ગુજરાત સૌથી વધુ શહેરીકૃત રાજ્યમાંથી એક છે. અહી 42 ટકા વસ્તી શહેરોમાં રહે છે. જ્યારે દસ વર્ષ પહેલાં આ સંખ્યા 45.8 ટકા હતી. ઝડપથી થયેલ શહેરીકરણ સામે અનેક પ્રકારના પડકારો હતા. ટ્રાફિક વ્યવ્સ્થાથી માંડીને બિલ્ડિંગો, રસ્તાઓ, ફ્લાયઓવર વગેરેનું નિર્માણ. મને આનંદ છે કે ગુજરાતે આ કરી બતાવ્યું છે.

જો ગુજરાત શહેરી વિકાસની વાતો કરે છે તો જે સમયે હું મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે શહેરી વિકાસ પર 200 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા. આજે 5670 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. જેના કારણે અહીં શહેરી વિકાસે 25 ટકા ગણો વધારો પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત રાજ્યમાં એક-એકથી ચઢિયાતા ફ્લાયઓવર, રસ્તાઓ વગેરે આ વાતનો પુરાવો છે કે સરકારનું ઉદ્દેશ ફક્ત એક છે કે વિકાસની સાથે રોજગાર. આ કારણે બધી કંપની અહીં આવી રહી છે.

English summary
Gujarat chief minister Narendra Modi has addressed the netizens and nation's youth on his blog before going to Sri Ram College in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X