મોદી શનિવારે સોમનાથમાં, મંદિરના સુવર્ણકામનું શિવાપર્ણ કરશે

ગાંધીનગર, 31 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારે તા.૧ લી ફેબ્રુઆરી ર૦૧૪ના સવારે ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરે જવા માટે રવાના થશે, મોદી અત્રે મંદિરના સુવર્ણકાર્યનું શિવાર્પણ કરાવશે.

મુખ્યમંત્રી અતેર દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સોમનાથ મંદિરમાં ભકિ્તભાવપૂર્વક પૂજન-જળાભિષેક કરશે તેમજ સોમનાથ મહેશ્વરી સમાજ દ્વારા પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે નવનિર્મિત અતિથીગૃહનું ઉદ્દઘાટન પણ કરશે.

અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુખ્યમંત્ર નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી વિરોધ પક્ષના નિશાના પર અવારનવાર જોવા મળે છે. આજે વિરોધ પક્ષના નેતા મધૂસુદન મિસ્ત્રીએ મોદી પર એવો આરોપ લગાવ્યો હતો કે મોદીને અક્ષરધામ મંદિર હુમલો અને અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ અંગેની પહેલેથી જાણ હતી. જોકે મોદીએ હંમેશની જેમ તેમના વિરોધીઓને ગણકાર્યા નથી અને આ અંગેનો કોઇ જવાબ આપવાનું જરૂરી સમજ્યું નથી.

modi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X