એઆઇસીસી એટલે ઓલ ઇન્ડિયા કોલ કોંગ્રેસ : નરેન્દ્ર મોદી

સભામાં કોંગ્રેસની ઝાટકણી કાઢતા મોદીએ જણાવ્યું કે 'તમે હીરા, સોના, ચાંદીના ચોરની વાત સાંભળી હશે. પણ તમે ક્યારેય કોલસાના ચોરની વાત સાંભળી છે? કોંગ્રેસીઓએ કોલસાની ચોરી કરી છે અને એ પણ રૂપિયા 2 લાખ કરોડના કોલસા. એઆઇસીસી ઓલ ઇન્ડિયા કોલ કોંગ્રેસ છે.'
આવનારી લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે સ્વીકારવાનો વિરોધ કરનારા નીતિશ કુમાર સામે વાક્ પ્રહાર કરતા મોદીએ કહ્યું કે 'બિહારની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન પક્ષોએ ઓસામા બિન લાદેન જેવા દેખાતાનો પ્રચારમાં ઉપયોગ કર્યો હતો અને બધા ચૂપ રહ્યા હતા. હવે જ્યારે હું વિવેકાનંદના નામથી રેલી કાઢી રહ્યો છું ત્યારે તેમને શું વાંધો છે?'












Click it and Unblock the Notifications
