For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાની સાવરણી ફેરવવાનો રેકૉર્ડ પણ મોદીના નામે

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 જુલાઈ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામે એમ તો ઘણાં રેકૉર્ડ્સ છે. જોકે ટેકેદારો અને વિરોધીઓ તેમના રેકૉર્ડ્સને પોતા-પોતાની રીતે વટાવતાં રહે છે, પરંતુ જ્યાં સુધી પુરી બાદ દેશમાં નિકળતી બીજી સૌથી મોટી જગન્નાથ રથયાત્રા અમદાવાદના ઉત્સવની વાત છે, તો તેની સાથે મોદીના નામે એક અનોખો રેકૉર્ડ જોડાયેલો છે. આ રેકૉર્ડ છે પહિંદ વિધિ કરવાનો.

modi-rathyatra

આવો આપને પહેલા બતાવીએ કે પહિંદ વિધિ શું છે? જ્યાં સુધી પહિંદ વિધિની પરમ્પરાનો પ્રશ્ન છે, તો આ ઓડિશાના પુરી ખાતે યોજાતી રથયાત્રાની જેમ 1989માં અમદાવાદમાં પણ આ પરમ્પરા શરૂ કરવામાં આવી. ઓડીશામાં રાજાના હાથે જગન્નાથના રથને સોનાની સાવરણીથી સાફ કરાવીને પહિંદ વિધિ કરાય છે. તેની પાછળનો ભાવ એ જ હોય છે કે રથયાત્રા ઉત્સવ સામાન્ય પ્રજાથી લઈ રાજા સુધી સૌનો ઉત્સવ છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાના જણાવ્યા મુજબ અમદાવાદમાં પ્રથમ વાર 1989માં તે વખતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પહિંદ વિધિ કરી હતી અને રથ ખેંચ્યુ હતું. ચૌધરીએ આ પહેલ તેમના પૂર્વેના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પ્રત્યે જગન્નાથ મંદિર અને શ્રદ્ધાળુઓમાં વ્યાપ્ત થયેલી નકારાત્મક છબીને ભુંસવા માટે કરી હતી. સોલંકીએ 1985ની રથયાત્રા શાંતિ-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10મી જુલાઈના રોજ અમદાવાદમાં નિકળનારી 136મી રથયાત્રામાં સતત 12મી વખત આ પહિંદ વિધિ કરવાનાં છે. ગુજરાતથી લઈ સમગ્ર ભારતીય રાજકારણમાં વિરોધીઓના મનસૂબા પર સાવરણી ફેરવતાં નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથના રથને 12મી વખત સોનાની સાવરણીથી સાફ કરશે અને રથ ખેંચી પહિંદ વિધિ કરશે.

કેશુભાઈનો રેકૉર્ડ તોડ્યો
આ અગાઉ આ રેકૉર્ડ કેશુભાઈ પટેલના નામે હતો. તેમણે 5 વાર પહિંદ વિધિ કરી હતી. મોદીએ આ રેકૉર્ડ 2007માં છઠી વાર પહિંદ વિધિ કરી તોડી નાંખ્યો હતો. રાજ્યના ઇતિહાસમાં સત્તાનો કાર્યકાળ પૂર્ણ કરવાનો રેકૉર્ડ એકમાત્ર માધવસિંહ સોલંકીના નામે હતો અને મોદી તે રેકૉર્ડ તોડી ચુક્યાં છે, તો પહિંદ વિધિ બાબતે તેઓ અજેય રેકૉર્ડ તરફ સતત આગળ વધતા રહ્યાં છે. કેશુભાઈ પટેલે 1995 અને 1998થી 2001 દરમિયાન પાંચ વખત પહિંદ વિધિ કરી હતી.

દિલીપ પરીખ બદનસીબ મુખ્યમંત્રી
અમદાવાદની રથયાત્રામાં 1989થી શરૂ થયેલી પહિંદ વિધિ કરવાની તક દિલીપ પરીખ સિવાય તમામ મુખ્યમંત્રીઓને મળી છે. દિલીપ પરીખ માત્ર ચાર માસ માટે જ મુખ્યમંત્રી બન્યા હતાં અને તે દરમિયાન રથયાત્રા ઉત્સવ નહોતો આવ્યો. કેશુભાઈ પહેલા પહિંદ વિધિ કરવાનો રેકૉર્ડ ચિમનભાઈ પટેલના નામે હતો. ચિમનભાઈએ 1990થી 1993 દરમિયાન ચાર વાર પહિંદ વિધિ કરી હતી. ઉપરાંત છબીલદાસ મેહતાએ 1994, સુરેશચંદ્ર મહેતાએ 1996 અને શંકરસિંહ વાઘેલાએ 1997માં એક-એક વાર પહિંદ વિધિ કરી હતી.

English summary
Lord Jagannath will move out to visit the city on 10 July in Ahmedabad. Its called Rathyatra Festival. Gujarat Chief Minister Narendra Modi create unique record of Pahind Vidhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X