For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ કહ્યું સોનિયાએ તૈયારી વગર ગુજરાત ના આવવું જોઇએ

|
Google Oneindia Gujarati News

narendra modi
રાજકોટ, 6 ડિસેમ્બર: વિધાનસભાની ચૂંટણીને લઇને નરેન્દ્ર મોદી ચોતરફ છવાયેલા છે, તેમણે રાજકોટમાં એક સભાને સંબોધતા ફરી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું મેડમ સોનિયાજીએ તૈયારી વગર ગુજરાતમાં ના આવવું જોઇએ.

મોદીએ એક રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે મેડમ સોનિયાજીને ગુજરાત અંગે જાણકારી નથી. માટે તેમણે રાજકોટમાં એક રેલી દરમિયાન ભૂલો કરી હતી. સોનિયાએ અત્રે જણાવ્યું હતું કે 'કોંગ્રેસ શાસિત રાજ્ય સબસિડી દરોમાં લોકોને ત્રણ વધુ સિલેન્ડર આપવામા આવે છે.'

નરેન્દ્ર મોદીએ તેમની ભૂલ સુધારતા જણાવ્યું કે સોનિયાજી ગુજરાતમાં તો આવું થતું નથી. ગુજરાતમાં તો વધુ ત્રણ સિલેન્ડર આપવામાં આવતા નથી. જ્યારે ગુજરાત પહેલું એવું રાજ્ય છે જ્યાં પાઇપ લાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે છે.

નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યુ કે હવે આવો ત્યારે હોમવર્ક જરૂર કરીને આવજો. અને હું તમને પહેલાથી જ પ્રશ્નપત્ર આપી દઉ છું તમે જવાબ શોધીને પાક્કા કરીને આવજો.

અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી થોડા સમય પહેલા રાજકોટ આવ્યા હતા અને સભા સંબોધી હતી. સોનિયા ગાંધી 7 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભાને સંબોધિત કરે એવી ધારણા છે. આ ઉપરાંત સોનિયા જૂનાગઢ જિલ્લાનાં કેશોદમાં પણ એક રેલીને સંબોધિત કરશે.

English summary
Narendra Modi fire on Sonia Gandhi in Rajkot, said if she should not come in Gujarat without preparation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X