નમો..નમો.. નમો..નમો..! મોદીને મળી 'નમો એન્થમ'ની ભેંટ!
ગાંધીનગર, 18 સપ્ટેમ્બરઃ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો 63મો જન્મ દિવસ ગઇકાલે ધામધૂમથી ઉજવાઇ ગયો. ગુજરાત સહિત દેશભરમાં મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ચાર ચાંદ એટલા માટે લાગ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કર્યા હતા. આ પ્રસંગે નરેન્દ્ર મોદીના ચાહકોએ 'નમો એન્થમ' નામનું એક વીડિયો સોંગ ભેંટમાં આપ્યું છે.

આ ગીતને cKORDZZ એન્ટર્ટેઇનમેન્ટના બેનર હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત કાવેત્તા આચાર્યએ લખ્યું છે. જેને કમ્પોઝ કર્યું છે કિશન વેણુગોપાલે. આ ગીતને કાવેત્તા આચાર્ય, કિશન વેણુગોપાલ, પૂરવ આચાર્ય અને નેહલ વ્યાસે ખૂબ જ સુંદર રીતે ગાયું છે.
આપ પણ માણો આ સુંદર 'નમો એન્થમ'ને અને આપો આપના પ્રતિભાવ...












Click it and Unblock the Notifications
