'લોહા અભિયાન'નું ઉદઘાટન કરતા મોદી, દેશભરમાં મોકલાઇ રિસોર્સ કિટ

28 ડિસેમ્બર, અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રદાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 'લોહા અભિયાન'નું ઉદખાટન કર્યું છે. જેમાં 75 જેટલી ટ્રકો રિસોર્સ કિટ લઇને દેશના વિવિધ પ્રાંતોમાં જશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટેની સામગ્રી એકત્રીત કરીને કેવડીયા કોલોની પહોંચાડશે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે દેશમાં એકતાની વાત કરવી મુશ્કેલીનું કામ છે. પરંતુ તેના બાદ પણ એકતાના મંત્ર લઇને લગભગ 25 લાખ લોકો રન ફોર યુનિટી માટે દોડ્યા એ મોટી ઘટના છે. જે લોકોએ સરદાર સાહેબને ભુલાવવવાની કોશીશ કરી છે તે લોકોને એ ખ્યાલ નહીં હોય કે તેમને યાદ કરવા માટે લોકો હજી પણ તડપે છે. સરદાર સાહેબ આવનારી સદિયો સુધી દેશને કેવી રીતે માર્ગદર્શન કર્યું છે.

જ્યારે રન ફોર યુનિટી માટેની વાત થઇ ત્યારે લોકોને અજુબા લાગતો હતો કે શું આવા પ્રકારની પ્રવૃત્તિથી થઇ શકે છે. દેશના ખૂણે ખૂણે લોકો દોડ્યા છે. વિવિધતામાં એકતા એ આપણી વિશેષતા છે. તેને સ્વીકારીને આ ભાવને જેટલું પ્રબળ બનાવીએ એ દેશનું ભવિષ્ય છે. સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ દેશમાં દાન ઉઘરાવીને પૂરું થઇ શકતું હતું પરંતુ અમારે દેશને જોડવાનું કામ કરવું હતું. અમારે તો જે ખેડૂતે લોકોનું પેટ ભર્યું છે ખેતી કરી છે, અને તેણે જે ઓઝાર ખેતી કામ માટે લીધું છે તેની અમે માગણી કરી છે. કારણ કે સરદાર સાહેબ ખેડૂત પુત્ર હતા, લોખંડી પુરુષ હતા. અને તમને પણ એક લોહપુરુષ સાથે જોડાવાનો આનંદ મળે અમે આ અભિયાન ચલાવ્યું છે.

દેશના દરેક ગામમાંથી સુરાજ્ય પીટીશન માટે એક કાપડ પર હસ્તાક્ષર લેવામાં આવશે. અને તે કાપડની લંબાઇ 80 કિલોમીટર લાંબી હશે. ગામના લોકો યાત્રા નીકાળશે પોતાના ગામથી. ત્યાંની શાળાની, મંદિરની, મજારથી, શહીદના સ્મારથી માટી લેવામાં આવશે. અને તે માટીને તેના નિર્માણ કામમાં ઉપયોગમાં લેવામાં આવશે. આવનારા લોકો એ જોશે કે હિન્દુસ્તાનની દરેક પ્રકારની માટી અત્રે છે. બની શકશે તો દરેક પંચાયતની તસવીર અહી મુકવામાં આવશે. 100 વર્ષ પછી પણ અત્રે જોઇ શકાશે કે મારા ગામમાંથી કોણ પ્રધાન હતું જેણે અત્રે લોખંડનું દાન કર્યું છે.

narendra modi
દેશની પોણા બે લાખથી વધારે શાળામાં એકતા એવા નામથી સ્પર્ધા થશે. તેમને ઇનામ આપવામાં આવશે. તેમના નિબંધ ડિજિટલ સ્વરૂપે મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. દરેકપળે એકતાનો અનુભવ થશે. તમામ દેશમાં ટ્રક દ્વારા આ ઉઘરાણી કરવામાં આવશે. ટેકનોલોજી દ્વારા કીટ મોકલવામાં આવશે. જેમ ચૂંટણી કમિશન ચૂંટણી વખતે પોલિંગ બૂથની દેખરેખ કરે છે.

રન ફોર યુનિટીને મળેલા પ્રતિસ્વાદ અને સફળતાને ધ્યાનમાં રાખી હું વિશ્વાસ સાથે કહું છું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કાર્ય ચોક્કસ ફળીભૂત થશે.

દેશ આઝાદ થયા બાદ જે કામ થવું જોઇતું હતું તે ન્હોતું થયું પરંતુ દેર આયે દુરસ્ત આયે, કેન્દ્ર સરકારને પ્રાર્થના કરી છે અને રાજ્યોની સરકારને પણ પ્રાર્થના કરી છે કે તેઓ આ કાર્યમાં જોડાય અને આ અભિયાનને સફળ બનાવે, આપ સૌનો આભાર.. જય હિંદ જય ભારત...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X