ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 કાર્યક્રમનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર ખાતે યોજાયેલા ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ કોન્ફરન્સનું ઉદ્ધાટન પીએમ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 130 જેટલા દેશોના ટેક્સટાઇલ ક્ષેત્રના ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. સાથે જ પીએમ ટેક્સટાઇલ એક્ઝિબિશનનું પણ ઉદ્ધાટન કર્યું હતું. અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશનમાં 1500 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે.

modi

ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની સમેત અનુપમ ખેર, ચંદ્રાબાબુ નાયડુ અને કે.એમ બિરલા જેવા અનેક કેન્દ્રીય નેતાઓ અને વેપારીઓ સમેત મોટી સંખ્યામાં વીવીઆઇ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
PM Narendra Modi inaugurates Mega Trade Event for The Textiles Sector In Mahatma Mandir, Gandhinagar.
Please Wait while comments are loading...