ગરિમા પાર્કનું ઉદઘાટન કરી મોદીએ ટેકનોલોજીનું સમજાવ્યું મહત્વ
ગાંધીનગર, 16 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાથે તાતા કન્સલ્ટન્સી સર્વિસના નવા ગરિમા પાર્કનું ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન સમારંભમાં નરેન્દ્ર મોદીએ વિકાસમાં ટેકનોલોજીના મહત્વની વાત કરી હતી. તાતા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી પણ ઉપસ્થિત હતા.
મિત્રો આવનાર સમયમાં જ્યાં ઓપ્ટિકલ ફાયબર પસાર થતું હશે ત્યાં સૌથી વધારે લોકો વસતા હશે. અને ગુજરાતમાં સૌથી લાંબુ ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક છે. સુપ્રીમ કોર્ટે પણ તેની સરાહના કરી હતી, ભારત સરકારે પણ તેને પુરસ્કાર આપ્યું હતું. લોકતંત્રમાં ગરીબની અવાજ સાંભળનાર કઇ વ્યવસ્થા છે શું? અમે ટીસીએસની મદદથી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ કર્યું હતું. જે ખૂબ જ સફળ રહ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગરીબમાં ગરીબનું પણ સશક્તિકરણ કર્યું છે.
મિત્રો આપને ખ્યાલ છે કે જ્યારે કોઇ સરકારી ઓફિસમાં જાય છે તો તેને કેટલા ધક્કા ખાવા પડે છે. પરંતુ આ ટેકનોલોજી ઇન્વેન્શન(સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ)ના કારણે કોઇ ગરીબ વ્યક્તિ પણ કલેક્ટર અને મામલતદારની સામે જઇને ઊભો રહી જાય છે અને પોતાનું કામ કહે છે પેલો કલેક્ટર જો તેની અરજી લેવાની ના પાડે તો પેલો વ્યક્તિ કહે છે સારૂ સાહેબ હું ઓનલાઇન કરી લઇશ. જેવો પેલો ઓનલાઇન જવાની વાત કરે છે તો પેલો કલેક્ટર ખુરશી માથી ઉભો થઇ જાય છે અને કહે છે બેસો બેસો હું તમારું કામ કરી આપું છું. મિત્રો આ તમારી ટેકનોલોજીના કારણે શક્ય બન્યુ છે.
આ તાકાત ટેકનોલોજી આપી શકે છે. ટેકનોલોજી સમસ્યાનું સમાધાન આપે છે. આજે જુએ આપણી ભારત સરકાર તાલ નામનો પ્રોજેક્ટ ચલાવે છે. જેના હેઠળ દેશના તમામ રાજ્યોનું ઓનલાઇન ટ્રાન્જેક્શનનું ડેઇલી બેસિઝ પર મોનિટરીંગ કરવામાં આવે છે. મિત્રો મને ગઇકાલે એનો રિપોર્ટ મળ્યો. ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં ગઇકાલે આખા ભારતમાંથી એકલા ગુજરાતનું 30 ટકા ટ્રાન્જેક્શન હતું. કેમ આપણે અહીં ટેકનોલોજીને લાગુ કરી છે. મિત્રો એક વાત છે કોઇ વડાપ્રધાન ભ્રષ્ટાચાર દૂર કરે કે ના કરે પરંતુ તમે ચોક્કસ દૂર કરી શકશો.
રાજ્યની બોર્ડર પર ચેકપોસ્ટ હોય છે, બંને રાજ્યોની એક-એક ચેકપોસ્ટ હોય છે. જે રેટ તેમની ચેકપોસ્ટ લાગે છે તે જ રેટ તેમના ત્યાં પણ લાગે છે. પરંતુ આપણી આવક 400 કરોડ રૂપિયા વધારે છે. કારણ મુખ્યમંત્રી નથી કારણ તમે છો. કારણ કે આપે અમને ટેકનોલોજી સોલ્યુશન આપ્યું છે. આ તમારા દ્વારા શક્ય બન્યું છે. ટેકનોલોજીના કારણે ભ્રષ્ટાચાર ઓછો થયો છે. એટલા માટે મિત્રો હું કહું છું કે ટેકનોલોજી દ્વારા ટ્રાન્સપરન્સી લાવી શકાય છે.

કહેવાનો અર્થ એ છે કે આપણે સોફ્ટવેર એક્સપોર્ટ કરીએ અને ધન કમાઇયે એ બંધુ કરીશું મિત્રો. પરંતુ આપણા કાર્યકાળમાં એવું સોફ્ટવેર બનાવી જઇએ કે જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિનું ભલુ કરી શકાય. મિત્રો તમારા દ્વારા બનાવવામાં આવેલ કોઇ સોફ્ટવેર જો કોઇ ગરીબમાં ગરીબ વ્યક્તિનું ભલુ કરવામાં કામમાં આવશેને તો તે તમારા માટે આજીવન સંતોષકારક કામ બની રહેશે. આવો તમે અને અમે મળીને એક એવું કાર્ય કરીએ કે જેનાથી લોકોના ભલાઇના કામમાં આવી શકે. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસને ગ્રુપને, અને ઉપસ્થિત કર્મચારીઓને નવા પરિસર માટે અભિનંદન આપ્યા હતા.












Click it and Unblock the Notifications
