Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિશ્વને કંઇક આપવાના સ્વપ્ન જુઓઃ નરેન્દ્ર મોદી

ગાંધીનગર, 10 જાન્યુઆરીઃ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નેશનલ એજ્યુકેશન સમિટના ઉદ્ઘાટન વેળા ઉપસ્થિત મેદનીને સંબોધિત કરતી વખતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે એવા સ્વપ્ન જોવા જોઇએ કે આપણે વિશ્વને કંઇક આપવું છે. આપણે યુગ નિર્માતા અને સમાજ નિર્માતા તૈયાર કરવાના છે.

narendra-modi-national-education
આ તકે મોદીએ કહ્યું કે આપણા દેશ વિશાળ સર્જનાત્મકતાથી ભરેલો છે અને આપણામાં અનેક મહત્વકાંક્ષાઓ પણ છે, એ આપણા ઉપર રહેલું છે કે દેશના વિવિધ ભાગોમાં જે કંઇ પણ છે તેમાંથી કંઇકને કંઇક શીખીએ, અનુભવીઓ, નિપૂણ લોકો અને વિશ્વ પાસેથી પણ આપણે કંઇકને કંઇક શીખી શકીએ છીએ. આ સમિટ આપણા માટે એક તક લઇને આવ્યું છે કે આપણે કંઇક શીખીએ.

33 રાજ્યો અને UTએ આ સમિટ માટે આપણી સાથે હાથ મિલાવ્યા છે. આ સમિટમાં સમગ્ર ભારતમાંથી 100 કરતા પણ વધુ વાઇસ ચાન્સેલર્સે હાજરી આપી છે. તેમજ આ સમિટમાં સ્કોલર્સ, ઇનોવેટર્સ, એક્સપર્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રના લોકો અમારી સાથે જોડાયા છે. તેમજ 1500 જેટલા પ્રોફેસર્સ અહીં છે. ગુજરાતમાંથી 1500 અને સમગ્ર ભારતમાંથી 3 હજાર વિદ્યાર્થીઓ આજે અહીં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આઝાદી મળ્યા પછી આપણે એ દિશામાં ચોક્કસપણે વિચારવું જોઇએ કે, એ કઇ બાબત છે કે જે વિશ્વને જોઇએ છીએ? આપણે વિશ્વને શું આપી શકીએ છીએ. આપણી પાસે હજુ સમય છે, અવરોધો છે પરંતુ આપણે આપણો માર્ગ શોધી શકીએ છીએ અને આપણા ગોલ સુધી પહોંચી શકીએ છીએ. શાળાઓ કેરેક્ટર સર્ટિફિકેટ આપી શકે છે પરંતુ તેનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીશું, આપણે સૂચન કરવું જોઇએ કે શા માટે એપ્ટિટ્યૂડ સર્ટિફિકેટ આપવામાં ના આવે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે આપણે ઉદયપુર અથવા તો તાજમહેલનો પ્રવાસ કરીએ ત્યારે આપણે ત્યાંના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અંગે વિચારવું જોઇએ, જેના પણ રીસર્ચ પણ કરી શકીએ છીએ. જ્યારે હું ટીવી ચાલું કરું છું ત્યારે ચર્ચાઓ સાંભળું છું જેમાં એ મુદ્દો મુકવામાં આવે છે કે શા માટે શાળાના બાળકોએ ક્લીનલિનેસ ડ્રાઇવ્સને જોઇન્ટ કરવી જ જોઇએ. મને આશ્ચર્ય થાય છે. આ શરૂઆત છે. આપણે હંમેશા શીખતા આવ્યા છીએ કે શ્રમ કાર્યનું ઘણું મહત્વ છે. મહાત્મા ગાંધીએ પણ તેના વિશે ઘણું કહ્યું છે. શા માટે લોકો સફેદ કોલરની જોબનો ક્રેઝ ધરાવે છે, જો નાના કાર્યોને પણ મહત્વ આપવું જોઇએ, એ દિશામાં વિચારવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, મનની રચના પુસ્તકોથી નથી થતી, આપણે એવું વાતાવરણ ઉભુ કરવું પડશે. 21મી સદીમાં એન્વાયર્નમેન્ટ ટેક્નોલોજી ઘણી જરૂરી છે. આપણે એવા સ્વપ્ન જોવા જોઇએ કે આપણે વિશ્વને કંઇક આપવું છે. આપણે યુગ નિર્માતા અને સમાજ નિર્માતા તૈયાર કરવાના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X