મોદી ધમાકા ઓન ફેસબુકઃ એક કરોડ પહોંચી પ્રશંસકોની સંખ્યા
ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ફેસબુક પ્રશંસકોની સંખ્યા 1 કરોડ પહોંચી ગઇ છે, જ્યારે 1 લાખથી વધુ લોકો તેમના વિશે ચર્ચા કરે છે. જો ભૌગોલિક ક્ષેત્રની વાત કરવામાં આવે તો મોદીના 90 ટકા પ્રશંસકો ભારતમાંથી છે, જ્યારે 0.6 ટકા પ્રશંસકો અમેરિકા અને ઇંગ્લેન્ડમાંથી છે. મોદી પ્રશંસકો માટે ખાસ વાત એ પણ છે કે ભારતમાં અમેરિકન રાજદૂત નેંસી પોવેલ ટૂંક સમયમાં મોદી સાથે મુલાકાત કરવાના છે.

દરરોજ મોદીના ફેસબુક પ્રશંસકોની સંખ્યામાં 5,78,895, દર અઠવાડિયે 8,59,791 અને દર મહિને 2,371,100 વધારો થઇ રહ્યો છે. જો કે, તેમના અંગે ચર્ચા કરનારાઓની સંખ્યા 28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે 14 લાખથી 10 લાખ થઇ ગઇ કારણ કે એ દરમિયાન મીડિયા હાઉસમાં આપવામાં આવેલા ઇન્ટરવ્યુના કારણે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર રહ્યાં.












Click it and Unblock the Notifications
