મોદીની કલમે સર્જાયો ગરબો, ગુજ્જુઓ ઝુમશે મન મુકીને

narendra modi child
ગાંધીનગર, 16 ઑક્ટોબરઃ આ નવરાત્રીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની છ કરોડની જનતાને એક સ્પેશિયલ ગિફ્ટ આપી છે. નવરાત્રીના માહોલમાં નરેન્દ્ર મોદીએ સ્પેશિયલ ફેવરનો ઉમેરો કરતા પોતાની કલમેથી બે સ્પેશિયલ ગરબાનું સર્જન કર્યું છે.

મોદી દ્વારા સર્જન કરાયેલા આ બન્ને ગરબાને ગાયક દેવાંગ પટેલના બેનર હેઠળ રજૂ કરવામાં આવશે. તાજેતરમાં આ ગાયક દ્વારા એક એલબમ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મોદી દ્વારા લખવામાં આવેલા બે ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોદીના નવરાત્રી સ્પેશિયલ સોંગ પર ટિપ્પણી કરતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે કહ્યું છે કે, આચારસહિંતાએ ગંભીર બાબત છે, તેથી તેની સ્વિકૃતિને લઇને ભવિષ્યમાં શુ થશે તે અંગે હું કોઇ ટિપ્પણી કરી શકું નહીં.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં 13 અને 17 તારીખે યોજાનાર છે. જેનું પરિણામ 20મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી અભિયાનમાં વ્યસ્ત છે, જો કે, ગીત લખવાના તેમના નવા સાહસથી બધા પ્રભાવિત થયાં છે ખાસ કરીને ગુજરાતીઓ.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા બે ગરબામાંનો એક ગરબાને શબ્દો રૂપે અહીં રજૂ કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે.....

ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબોઃ
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
ઘૂમે તેનો ગરબો તો ઝૂમે તેનો ગરબોઃ
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સૂર્યચંદ્ર ગરબો ને ઋતુઓ પણ ગરબોઃ
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
દિવસ પણ ગરબો ને રાત પણ ગરબોઃ
ગરબો ગુજરાતની ગરવી મિરાત છે.
સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો
વાંસણી છે ગરબો, મોરપીંછ ગરબો.
ગરબો મતિ છે, ગરબો સહમતિ
વીરનોય ગરબો, અમીરનોય ગરબો.
કાયા પણ ગરબોને જીવ પણ ગરબોઃ
ગરબો જીવનની હળવી નિરાંત છે.
ગરબો સતી છે ને ગરબો ગતી છે.
ગરબો નારીની ફૂલની બિછાત છે.
ગરબો સત છે ને ગરબો અક્ષત છે.
ગરબો માતાજીનું કંકુ રળિયાત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X