આજે ગુજરાતના ભાજપ નેતાઓની ક્લાસ લેશે નરેન્દ્ર મોદી
અમદાવાદ, 23 ઓગષ્ટ: ભાજપાની ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત ભાજપના નેતાઓને રાજ્યની 26 લોકસભા સીટો જીતવાની યુક્તિ જીત સિખવાડશે. આ મીટિંગ ગાંધીનગરના ટાઉન હોલમાં યોજાશે. કહેવામાં આવે છે કે આ મીટિંગમાં ભાજપના દરેક મોરચા, સેલ્સ, જિલ્લા પદાધિકારી સાથે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના બધા સભ્યો ધારાસભ્યો ભાગ લેશે.
આ પહેલાં ગત અઠવાડિયે નરેન્દ્ર મોદીએ દિલ્હીનાદરેક પ્રદેશોના ભાજપના પ્રવક્તાઓ અને મીડિયા સાથે લોકોને ચુંટણી ટિપ્સ આપી હતી. નરેન્દ્ર મોદીનું ચુંટણી અભિયાન હૈદ્રાબાદમાં થયેલી તેમની વિશાળ સભાથી શરૂ થયું છે, જેમાં તેમને વર્તમાન સરકાર વિરૂદ્ધ હુમલો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મે મહિનામાં લોકસભાની ચુંટણી છે. એવા સમયે પાર્ટી પાસે બાકી રહેલા સમયમાં કોઇ કસર છોડવા માંગતી નથી. ચુંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીએ પોતાના ખાસ સિપાહી અમિત શાહને મોકલ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસને પણ ખાદ્ય સુરક્ષા યોજના લાગૂ કરી પોતાની ચૂંટણીઓ શરૂ કરી દિધી છે.












Click it and Unblock the Notifications
