PM મોદી આજે બનાસકાંઠાનું કરશે હવાઇ નિરિક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે કરશે બનાસકાંઠાનું હવાઇ નિરીક્ષણ. સાથે જ મોદી ગુજરાતની પૂરની પરિસ્થિતિ અંગે મેળવશે જાણકારી. આ અંગે વધુ જાણો અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે બનાસકાંઠાનું હવાઇ પરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના બનાસકાંઠામાં હાલ પૂરગ્રસ્ત સ્થિતિ ઊભી થઇ છે. અનેક ગામ બનાસ નદી ગાંડીતૂર થતા અને વધુમાં રાજસ્થાનથી પણ ભારે માત્રામાં વરસાદી પાણી આવતા સ્થિતિ વણસી છે. મોટી સંખ્યામાં લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વધુમાં ભારતીય સેના અને એરફોર્સને પણ એનડીઆરએફની સાથે બચાવ કરવામાં માટે બોલવવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવાર સાંજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરીને સ્થિતિનો ક્યાસ મેળવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગે બનાસકાંઠા અને ગુજરાતના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોની હવાઇ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં રેસક્યૂ ઓપરેશન કરીને સોમવારે 500 લોકોને બચાવવામાં આવ્યા હતા. અને મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. વધુમાં અહીં હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ અને પાણી પણ અપાઇ રહ્યા છે. તંત્રએ બચાવ માટે કેન્દ્રથી વધુ ટીમની માંગણી પણ કરી છે જે મુજબ કેન્દ્ર સરકારે પણ વધુ એનડીઆરએફ ટીમ અને સેનાની ટુકડીને ફાળવી આપી છે.












Click it and Unblock the Notifications
