નરેન્દ્ર મોદી જે.પી ચોકમાં વિજયસભા સંબોધશે

મતગણતરીમાં ભારતીય જનતા પક્ષ અન્ય પાર્ટીઓ કરતા આગળ નીકળી રહ્યું છે. આ સમાચાર લખાય છે ત્યા સુધી ભાજપે 33 બેઠકો પર વિજ મેળવ્યો છે અને કોંગ્રેસે 22 બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે જીપીપીએ માત્ર એક બેઠક પર વિજય મેળવ્યો છે.
હાલના આંકડાઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં ફરી એક વખત નરેન્દ્ર મોદીની સરકાર રચાવા જઇ રહી છે. આવી રહેલા પરિણામોની વચ્ચે નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી છે કે તેઓ સાંજે પાંચ વાગ્યે વિજયસભાનું સંબોધન કરશે.
નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ પહેલેથી જ પોતાની જીત માટે કોન્ફીડન્ટ હતા અને તેમની અપેક્ષા અનુસાર ભાજપ એક પછી એક બેઠકો પર વિજય મેળવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને મોદીએ વિજય સભા સંબોધવાનું જાહેર કરી દીધું છે.












Click it and Unblock the Notifications
