For Daily Alerts

સ્વામી વિવેકાનંદને આવતીકાલે મળશે 'નરેન્દ્ર'!
ગાંધીનગર, 5 ઑગસ્ટ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે મંગળવારે સ્વામી વિવેકાનંદને મળશે. હા તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ નરેન્દ્ર (મોદી) કાલે મળશે નરેન્દ્ર(સ્વામી વિવેકાનંદ). વાત જાણે એમ છે કે નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદના જીવન પર બનેલી એક ફિલ્મના સ્ક્રીનીંગમાં આવતીકાલે હાજરી આપવા જવાના છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે મંગળવારે અમદાવાદમાં ફિલ્મ 'ધ લાઇટ: સ્વામી વિવેકાનંદ'ના વિશેષ શોનું આયોજન કર્યું છે. સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત નિર્દેશક ઉત્પલ સિંહની આ ફિલ્મ 23 ઑગસ્ટના રોજ રિલીઝ થવા જઇ રહી છે.
આ વર્ષે દેશ વિવેકાનંદની 150મી જન્મસતાબ્દી મનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોદી પોતાના જીવન પર વિવેદાનંદનો ઊંડો પ્રભાવ ગણાવે છે અને નિયમિતપણે પોતાના ભાષણોમાં તેમની વાતોનો ઉલ્લેખ કરતા આવ્યા છે.
નિર્માતા જે. મિશ્રાના જણાવ્યા અનુસાર 'નરેન્દ્ર મોદીના જીવન પર સ્વામી વિવેકાનંદના પ્રભાવને જોતા અમે તેમને આ ફિલ્મ બતાવવાનું વિચાર્યું. અમને આશ્ચર્ય એ વાતનું થયું કે સરળતાથી અમને આ અંગેની પરવાનગી તેમના કાર્યાલયમાંથી મળી ગઇ. આ ફિલ્મ સ્વામીના નરેન્દ્રથી વિવેકાનંદ બનવાની યાત્રા પર બનાવવામાં આવી છે.'
Comments
English summary
Narendra Modi will meet to Swami Vivekanand tomorrow by watching a film.