નરહરિ અમીનનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશના દિગ્ગજ નેતા, પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી રહી ચૂકેલા નરહરિ અમીન કોંગ્રેસથી ભારે નારાજ હતા. આટલા દિવસથી ન્યાયી પગલાં ભરવાની અપીલ કરી રહેલા નરહરિ અમીનની વાત કોંગ્રેસે કાને નહીં ધરતા તેમણે બળવો કરી કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ પદ પરથી રાજીનામા આપી દીધા હતા. આ કારણે હવે તેમની ભાજપમાં જોડાવાની શક્યતા વધારે પ્રબળ બની છે.
નારાજ થયેલા નરહરિ અમીને કોંગ્રેસ સાથેનો 22 વર્ષ જૂનો સંબંધ તોડી નાખ્યો હતો. અને હવે તેઓ ચંદુભાઇ ફળદુ સહિતના ટેકેદારો સાથે આવતીકાલે ભાજપ કાર્યાલયમાં જઇને પક્ષમાં જોડાય તેવી પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
નરહરિ અમીને ગઇકાલે મંગળવારે રાજીનામાની જાહેરાત કરતા પત્રકારોને જણાવ્યું હતું કે "કોંગ્રેસમાં મેં અદના કાર્યકર અને આગેવાન તરીકે દિવસ-રાત કામ કર્યું છે. મને જે કામગીરી સોંપાઇ તે મારી તમામ તાકાત લગાવીને પાર પાડી છે. હું જ્યારે ઉપમુખ્યમંત્રી હતો ત્યારે જેમની રાજકીય કારકિર્દી શરૂ થઇ ન હતી આજે તેઓ મોટા નેતા બનીને પક્ષ માટે પરસેવો પાડનારાને અન્યાય કરી રહ્યા છે. મારી અવગણના થતા અને ટિકીટ નહીં ફાળવાતા મેં રાજીનામું આપ્યું છે. આ નિર્ણય મેં મારા મિત્રો સમર્થકો, કાર્યકરો સાથે ચર્ચા કરીને લીધો છે."












Click it and Unblock the Notifications
