નારી વંદન ઉત્સવ 2023 : મહિલા ઉત્કર્ષને મળશે નવી દિશાઓ
Nari Vandan Utsav 2023 : નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે નારી વંદન ઉત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ નારી વંદન ઉત્સવની સપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપળાના સૂર્ય દરવાજાથી સફેદ ટાવર સુધી યોજાયેલી પદયાત્રાને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખના હસ્તે લીલીઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો.
આ પસંગે ધારાસભ્યશ્રી ડૉ. દર્શના દેશમુખે જણાવ્યું કે, નર્મદા જિલ્લાની મહિલાઓને પ્રોત્સાહિત કરવા અને મહિલા ઉત્કર્ષ માટે નારી વંદન ઉત્સવ ની ઉજવણી મહત્વની ભૂમિકા ભજવશે.
નર્મદા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી જે. બી. પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક જી. એ. સરવૈયાના નેતૃત્વ હેઠળ આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ મુખ્ય માર્ગ પરથી પસાર થઈને સફેદ ટાવર ખાતે સંપન્ન થઈ હતી.
આ પદયાત્રામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ-DLSS ની દીકરીઓ, 181 ટીમ અભયમ, પોલીસના જવાનોએ પ્લે કાર્ડ, બેનર્સ તેમજ સુત્રોચાર થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યા હતો. બીજી તરફ નગરજનોએ આ પદયાત્રાને આવકાર આપ્યો હતો.
આ તકે મહિલા અને બાળ વિકાસ અધિકારી જે. બી. પરમારે જણાવ્યું કે, નર્મદા જિલ્લાની મહિલા અને દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સપ્તાહ દરમિયાન વિવિધ થીમ હેઠળ કાર્યકરો યોજાશે. આજે યોજાયેલા મહિલા સુરક્ષા દિન નિમિત્તે મહિલા શક્તિને બિરદવવાના આશય સાથે યોજાયેલી આ પદયાત્રાને લોકોનો પણ ખૂબ આવકાર મળ્યો છે.
દીકરીઓએ પણ બેટી બચાવો, બેટી પઢાવો સહિત સ્ત્રી શોષણ તેમજ ભૃણ હત્યાને રોકવા અંગે પ્લેકાર્ડસ અને સુત્રોચાર થકી જાગૃત કાર્ય હતા. આ વેળાએ She ટીમ, DLSS કોચ હિરલ વસાવા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ પદયાત્રામાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
