નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર આટલો બાકી, આવક ઘટતા દરવાજા બંધ કરાશે!
સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર છે. નર્મદા ડેમના ઉપરવાસમાં સતત વરસાદને પગલે નર્મદા ડેમની સપાટી વધી રહી છે.
કેવડીયા : સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર છે. નર્મદા ડેમના ઉપરવાસમાં સતત વરસાદને પગલે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. બીજી તરફ ડેમની સપાટી જાણવવા માટે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેને પગલે હવે ડેમના દરવાજા બંધ કરવામાં આવશે.

સરદાર સરોવર ડેમની હાલની વાત કરીએ તો, ડેમની હાલની સપાટી 136.54 મીટરે પહોંચી છે. હાલ ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાથી દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. જો કે હવે પાણીની આવકમાં નોધપાત્ર ઘટાડો થતા હવે આજે રાત્રે 10 લાગ્યાની જાવક ઘટાડવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે નર્મદા ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર 2.14 મીટર બાકી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સતત દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
સરદાર સરોવરમાં પાણીની સ્થિતી પર નજર કરીએ તો હાલ 1,62,181 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ 23 દરવાજાથી 0.30 મીટર ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, તો રિવરબેડ પાવરહાઉસમાંથી 45,000 ક્યુસેક પાણી અને નદીમાં કુલ 95,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
