For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આદિવાસી કિસાનોને આધુનિક ખેતી માટે નર્મદા સિંચાઇનો મહત્વાકાંક્ષી રૂ.૩૩૨૫ કરોડનો પ્રોજેકટ મંજૂર

|
Google Oneindia Gujarati News

દાહોદ, 22 સપ્ટેમ્બર : મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દાહોદમાં વિરાટ યુવાશકિતનો સાક્ષાત્કાર કરાવતી વિવેકાનંદ યુવા પરિષદમાં આદિવાસી યુવા કિસાનોને આધુનિક ખેતીની સિંચાઇ માટેની સુવિધા આપવા નર્મદાના પૂરના વધારાના પાણીની વડોદરા-પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ૬૬૩ કી.મી.ની લાંબી પાઇપ લાઇન નાંખીને બે લાખ એકરમાં સિંચાઇની સુવિધા માટે રૂ.૩૩૨૫ કરોડનો મહત્વાકાંક્ષી સિંચાઇ પ્રોજેકટ મંજૂર કર્યો હોવાની જાહેરાત કરી હતી.

Narendra Modi In Dahod

મોદીએ બીજી બે મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું કે મધ્ય ગુજરાતના આ આદિવાસીઓ અને તેમની યુવા શ્રમજીવી પેઢી બાંધકામનું પરંપરાગત કૌશલ્ય ધરાવે છે. આ આદિવાસી પરિવારો ગુજરાત ભરમાં મકાનો અને રસ્તાઓના બાંધકામ નિર્માણમાં રોજગારી મેળવે છે. તેમને આધુનિક બાંધકામ ટેકનોલોજીની કૌશલ્ય તાલીમ મળે તો તેમની આવકમાં વધારો થાય તે હેતુથી પંચમહાલ-દાહોદમાં આદિવાસી યુવાનો માટે બાંધકામ ટેકનોલોજીના કૌશલ્ય વર્ધનની તાલીમની સંસ્થા શરૂ કરાશે. આ ઉપરાંત રાજયમાં જૂદી જૂદી બાંધકામ સાઇટ ઉપર કામ કરતા આદિવાસી કુટુંબો માટે સાઇટ નજીક ટેમ્પરરી આવાસ કોલોનીઓની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયાં આંગણવાડી અને મેડિકલ સારવાર સવલતો પણ ઉપલબ્ધ કરાશે.

વિવેકાનંદની ૧૫૦મી જયંતીના વર્ષમાં સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના ઉપક્રમે રાજયમાં સાત વિવેકાનંદ યુવા પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાવનગર-રાજકોટ, ભૂજ પછી આજે દાહોદમાં આ યુવા પરિષદમાં આદિવાસી યુવાનોનો મહેરામણ ઉમટયો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં ગામે ગામ વિવેકાનંદ યુવા કેન્દ્રો શરૂ કરવાની કરેલી અપીલને યુવાનોએ ઉમળકાભેર આવકાર આપેલો છે અને ૧૪,૦૦૦ યુવા કેન્દ્રો શરૂ થઇ ગયા છે. દરેક યુવા કેન્દ્રને રમત ગમતના સાધનોના કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાહોદમાં ભાદરવાની કાળઝાળ ગરમીમાં પણ અડધો લાખથી વધારે આદિવાસી યુવાનોની આ રેલીનું અભિવાદન કરતા નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દશ વર્ષ પહેલા દાહોદ-પંચમહાલમાંથી આગ ઝરતી ગરમીમાં ગુજરાતના ખૂણેખૂણે રોડ-મકાનોના કામોમાં રોજી રોટી માટે રઝળપાટ અને સ્થળાંતર કરવું પડતું હતું. આદિવાસી જૂવાનોની પેઢીઓ કાળા ડામરના રસ્તાનું નિર્માણ કર્યું હવે આદિવાસી યુવા પેઢીઓને વિકાસનો રસ્તો બતાવ્યો છે. ઉંમરગામ થી અંબાજીના આખા આદિવાસી પટ્ટામાં યુવાનોના સપના સાકાર કરવા આગામી દશકો-પર્વતમાળા, જંગલોમાં ગુજરાતના વિકાસનો ગોલ્ડન કોરિડોર બનશે. ગ્રીન કોરિડોર ગણાતો વનવાસી પટ્ટો હવે વિકાસના સ્વર્ણિમ કોરિડોરમાં પરિવર્તીત કરવો છે એની ભૂમિકા તેમણે આપી હતી.

મોદીએ આદિવાસી ક્ષેત્રમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ, ચિરંજીવી યોજનાએ અનેક અનેક જિંદગી બચાવી છે. ગંભીર બિમારીથી પીડાતા બાળકની બધી જ સારવાર આપવાનો ખર્ચ સરકાર કરે છે. ગયા ૫૦ વર્ષમાં આદિવાસી ક્ષેત્રે શિક્ષણમાં જે કામ નથી થયું તે રૂ.૧૫,૦૦૦ કરોડની વનબંધુ કલ્યાણ યોજનાએ કરી બતાવ્યું છે. ધરતી ઉપર બજેટમાંથી જ રૂ.૧૮,૦૦૦ કરોડ ઉતારીને જે લોકો આ યોજનાના નાણાં વિશે શંકા ઉઠાવતા હતા તેમના મોંઢા ઉપર ઇટલીનું તાળું વાગી ગયું છે. હવે તો વનબંધુ યોજનાને રૂ.૪૦,૦૦૦ કરોડનું બજેટ મંજૂર કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કોઇપણ યુવાનને સ્વરોજગાર ધંધા વ્યવસાયના પ્રોજેકટ માટે બેંક લોન મેળવવા આ સરકાર ગેરન્ટર બનશે તેની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૩૩ નવી આઇ.ટી.આઇ., ૫૧ સરકારી કોલેજો, ૯૫ વિજ્ઞાન પ્રવાહની શાળા, બે ઇજનેરી કોલેજ, છ એગ્રો પોલીટેકનીક અને ૧૯ એકલવ્ય સ્કુલો શરૂ કરી દીધી છે. નવ લાખ સખી મંડળોની બહેનો ૭૦,૦૦૦ સખી મંડળોનો આર્થિક બચતનો કારોબાર ચલાવે છે. બે લાખ હેકટર કરતા વધારે સિંચાઇની સવલતો, ૫૫૦૦ આદિવાસી ગામો અને ૧૧,૦૦૦ ફળીયાને પીવાનું પાણી પુરૂં પાડયું છે. ૪૫,૦૦૦ પંપ સેટો અને દોઢ લાખ ધરોનું વીજળીકરણ કર્યું છે અને ૧.૧૬ લાખ ગરીબ આદિવાસીને આવાસ આપી દીધા છે.
દાહોદ જિલ્લામાં ૧૭૫ તાલુકા પંચાયત બેઠકો ઉપર વણથંભી વિકાસ યાત્રામાં રૂ.૨૧૦ કરોડના ૪૦૦૦ કામો કર્યા છે. ગરીબ કલ્યાણ મેળામાં આ જિલ્લાના રૂ.૭૦૦ કરોડના લાભોનું વિતરણ કર્યું. એકલા દાહોદ જિલ્લાના યુવક-યુવતીઓએ ૨૩ જેટલા મેડલ્સ ખેલ મહાકુંભમાં જીત્યા છે. આ બધું આ સરકારના યુવાનોના સર્વાંગી વિકાસ માટેના અભિગમથી શકય બન્યું છે.
વડાપ્રધાનના રૂપિયાના ઝાડ નથી ઉગતાના નિવેદનને પડકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ટુ જી, કોલસાનો કારોબાર એ કોંગ્રેસ પાર્ટી માટે રૂપિયાના ઝાડ છે અને દેશ બરબાદ થઇ ગયો છે. દેશની પ્રજાને મૂરખ બનાવવાનું બંધ કરો.

English summary
Gujarat CM Narendra Modi today declared narmada irrigation project for trible young farmer of dahod, vadodara and panchmahal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X