જુનાગઢ શહેરમાં કુલ ૪૮.૩ર કરોડ રૂપિયાના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના ૯.૯ હેક્ટર વિસ્તારનો વિકાસ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે રૂ. ર૮.૮૩ કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૪૮.૩ર કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ હેતુસર જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલ રૂ. ૧૯.૪૯ કરોડ ઉપરાંત આ ર૮.૮૩ કરોડ રૂપિયા સ્પેશ્યલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા છે. જૂનાગઢના આ નરસિંહ મહેતા સરોવરના ૯.૯ હેક્ટર વિસ્તારનો કુલ રૂ. ૪૮.૩રના ખર્ચે બે તબક્કામાં વિકાસ કરવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકાએ આ લેક ડેવલપમેન્ટ માટેનો જે માસ્ટર પ્લાન રજુ કર્યો છે તે મુજબ તળાવને ફરતે રીંગરોડ, એમ્બેકમેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ, વોક વે, એમ્નીટીઝ બ્લોક, પાર્કિંગ, પ્રવેશ દ્વાર, બોટીંગ ડોક, ઘાટ, ગાર્ડન, ટ્રી-પ્લાન્ટેશન, લાઇટ પોલ્સ, પક્ષીઓના આકર્ષણ અર્થે આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવેલો છે.
તળાવના આજુબાજુના એરીયાની ગટરનું પાણી તળાવમાં ભળતુ અટકાવવા માટે ઇન્ટરસેપ્શન ડ્રેનેજ લાઇન તથા પમ્પીંગ સ્ટેશનની કામગીરી અમૃત સ્કીમ અંતર્ગત રૂ. ૧૦.૦૦ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવી છે. નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસનો આ પ્રોજેક્ટ પુર્ણ થવાથી આજુબાજુની અંદાજીત ૩૦,૦૦૦ની વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારને ફાયદો થશે.
એટલું જ નહિ, શહેરની મધ્યમાં રીંગરોડ તથા પાર્કીંગ બન્યેથી ટ્રાફીકની સમસ્યા દુર થશે તથા તળાવનું ડેવલોપમેન્ટ કાર્ય પુર્ણ થતાં શહેરીજનો તથા જૂનાગઢ આવનારા પ્રવાસીઓને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું ભેટ મળશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
