રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે ગુજરાતની મુલાકાત લીધી, અનામત યોજનાઓની સમિક્ષા કરી

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે (National Commission for Backward Classes - NCBC) ગુજરાતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામતની સ્થિતિ અને કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી.

આયોગના અધ્યક્ષ હંસરાજ આહીરના નેતૃત્વ હેઠળ અમદાવાદ ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ.

National Commission for Backward Classes

આ બેઠકમાં ગુજરાતના OBC સમુદાયોને મળતા લાભો, અનામતના અમલ, રોસ્ટર રજિસ્ટરની જાળવણી, અને ૨૭% અનામતની અમલવારી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. આયોગે જાતિ અને નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાની પણ સમીક્ષા કરી.

આ ઉપરાંત આયોગે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસની યોજનાઓની માહિતી મેળવી અને તેના અમલીકરણની પ્રશંસા કરી. આયોગે ભારપૂર્વક જણાવ્યું કે આ યોજનાઓનો લાભ સમાજના છેવાડાના લોકોને મળવો જોઈએ.

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે આઈઆઈટી. ગાંધીનગર અને બેન્ક ઓફ બરોડા જેવી મોટી સંસ્થાઓના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં આ સંસ્થાઓમાં અનામત નીતિનો કડક અમલ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આયોગના સભ્ય ભુવન કમલ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી અને આયોગના સચિવ મીતા રાજીવલોચન સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X