27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય રમતનુ આયોજન ગુજરાતમાં
ગુજરાતમાં રાષ્ટ્રીય રમતનુ આયોજન કરવામા આવશે. આ અઁગેની માહિતી મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને ટ્વીટરના માધ્યથી આપી હતી. ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ આતિ આધુનિક નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિય બનવામાં આવ્યા બાદ તેની બાજુમાં સરદ
ગુજરાતમાં રાષ્ટ્રીય રમતનુ આયોજન કરવામા આવશે. આ અઁગેની માહિતી મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને ટ્વીટરના માધ્યથી આપી હતી. ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ આતિ આધુનિક નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિય બનવામાં આવ્યા બાદ તેની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલનું નિર્માણ થઇ રહ્યુ છે. આમ ગુજરાતમાં આવનારા સમયમાં વિશ્વ કક્ષાના વિવિધ ઇન ડોર અને આઉટ ડોર સ્ટેડિયમનું નિર્ણઆમ થઇ રહ્યુ છે.

ગુજરાતમાં ઉભા થઇ રહેલા રમત ગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને આ પ્રકારની રાષ્ટ્રીય રમતનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યુ છે. તેમજ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય રમત ગમતનું પ્રતિનિધિત્વ પણ ગુજરાત કરતુ જોવા મળશે.
ગુજરાતમાં રાષ્ટ્રીય રમતનું આયોજન 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી તેનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત દ્વારા રાષ્ટ્રીય રમત ગુજરાતમાં યોજાઇ તે માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેનો સ્વિકારી IOA દ્વારા કરી લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 36મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. રાજ્યના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ 36મા રાષ્ટ્રીય રમતોત્સવની વિવિધ 34 જેટલી રમતોનું આયોજન થશે.
રાષ્ટ્રીય રમતોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે. કેમ કે, આવા રમતોત્સવો તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કિર્તિમાન-રેકોર્ડ બ્રેક કરવા અને નવા સિદ્ધિ સિમાચિન્હો કિર્તિમાન સર કરવાનું સક્ષમ મંચ પ્રદાન કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ 36મા રાષ્ટ્રીય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ પ્રકારનો રાષ્ટ્રીય રમતોત્સવ છેલ્લે 2015માં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલતવી રાખવામાં આવેલી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા 36મા રાષ્ટ્રીય રમતોત્સવના યજમાન રાજ્ય બનવા ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશનને કરેલી દરખાસ્તનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે. આના પરિણામ સ્વરૂપે 36મા રાષ્ટ્રીય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન થવાનું છે.
આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત ૩૪ જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ 36મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહીં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની 2010થી શરૂઆત કરાવી તેની જવલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે.
તેમના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો મુજબની માળખાકીય સુવિધાઓ વિકસાવી છે. ખેલમહાકુંભની તાજેતરની 11મી કડીમાં પંચાવન લાખ રમતપ્રેમીઓ સહભાગી થયા અને 'ખેલે તે ખિલે'નો મંત્ર સાકાર કર્યો છે તેમ પણ સંઘવીએ ઉમેર્યુ હતું.
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપણને મળ્યા છે. એટલું જ નહીં, પેરા ઓલિમ્પિકસમાં પણ ગુજરાતની દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ છે.
ખેલાડીઓ-રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે. એટલું જ નહીં, સ્પોર્ટસ પોલિસી જાહેર કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડકલાસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, રમત-ગમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટિફિક તાલીમ માટે સ્પોર્ટસ યુનિવર્સિટી ગુજરાતે શરૂ કરી છે.
તાજેતરમાં એકતાનગર કેવડીયા ખાતે દેશના રાજ્યોના યુવા અને રમત-ગમતના પ્રભારી મંત્રીઓની પરિષદમાં પણ ગુજરાતના સ્પોર્ટસ કલ્ચરની સૌએ સરાહના કરેલી છે.
રમત-ગમત મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે તે દેશ આખો જાણે છે. દેશભરના પ્રતિભા સંપન્ન ખેલાડીઓને આ 36મા રાષ્ટ્રીય રમતોત્સવના માધ્યમથી વિશાળ પ્લેટફોર્મ ગુજરાત પુરૂં પાડશે.
હાલના ઇન્ફ્રાસ્ટ્રકચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને 3 મહિનાના વિક્રમી સમયગાળામાં જ આ રમતોત્સવ યોજવા રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ સજ્જ છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત હંમેશા દેશ માટે દિશાદર્શક અને રોલમોડેલ સ્ટેટ રહ્યું છે, ત્યારે આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજનથી ગુજરાત અન્ય રાજ્યો માટે નવું ઉદાહરણ પુરૂં પાડશે એ પણ નિશ્ચિત છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
