For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મ દિવસની શુભકામના પાઠવતા વડાપ્રધાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો હતી. તેમણે આ મંદિર પરિસરમાં સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો હતી. તેમણે આ મંદિર પરિસરમાં સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનએ સરાહના કરી છે

વડાપ્રધાનએ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧ મા જન્મદિવસ અવસરે ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ તેમને શુભેચ્છાઓ પાઠવીને સ્વસ્થ તંદુરસ્ત જીવનની કામનાઓ કરી હતી. ગુજરાતની જનતા જનાર્દનની સેવામાં શ્રી ભૂપેન્દ્ર પટેલ સતત કાર્યરત રહે તેવી શુભેચ્છાઓ પણ રાષ્ટ્રપતિશ્રીએ પાઠવી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મદિવસે તેમને હ્રદયપૂર્વકની શુમકાનાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં નવા સિમા ચિન્હો પાર કરાવવામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના કર્તવ્યભાવની સરાહના કરી હતી. મુખ્યમંત્રીને દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ અમિતભાઇએ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે જન્મદિવસ અવસરે ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદી બહેન પટેલે તેમને શુભકામનાઓ પાઠવી હતી. રાજયની વિકાસ યાત્રાને વધુ નવી ઉંચાઇઓ પાર કરાવવામાં ભૂપેન્દ્ર પટેલનું દીર્ઘકાલીન યોગદાન મળતું રહેશે તેવી મંગળકામના આનંદી બહેને વ્યકત કરી હતી.

English summary
National leaders, including the President, convey their best wishes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X