મધ્યપ્રદેશથી રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત, ગુજરાતમાં બનાસકાંઠાથી શરૂઆત કરાઈ
મધ્યપ્રદેશના સહડોલ ખાતેની રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન-2047 ની શરૂઆત કરાઈ છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ શરૂઆત કરવામાં આવી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરી સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047 નો પ્રારંભ કરાવ્યો હતો.

અહીં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સિકલ સેલ એનિમિયા નામનો રોગ તેમના ધ્યાને આવતા આ વંશ પરંપરાગત રોગના નિર્મૂલન માટે આજે વડાપ્રધાને મધ્યપ્રદેશથી સિકલ સેલ એનિમિયા નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત કરાવી છે.
તેમણે કહ્યું કે વર્ષ-2047માં ભારત 100 વર્ષ પુરા કરે તે સમયે ભારતનો યુવાન સ્વસ્થ, તંદુરસ્ત અને કંઈપણ કરવાની તમન્નાવાળો સશક્ત બને તે માટે અત્યારથી તેના આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે.
ટૂંક સમયમાં રાજ્યના તમામ ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MBBS ડોક્ટર વિનાની બાકી ન રહી જાય તેવું આયોજન કરાયું છે. એમડી, ગાયનેક જેવા સ્પેસ્યાલીસ્ટ વર્ગ-1ના ડોક્ટરોની કમી પુરી કરવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે. સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારતની કલ્પનાને સાકાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આદિવાસી ભાઈઓ- બહેનોને સિકલ સેલ એનિમિયાથી મુક્તિ અપાવવા માટે સરકારે મિશન મોડમાં કામગીરી શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
