For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું ભવ્ય નવ સંકલ્પ સંમેલન યોજાયું

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું ભવ્ય નવ સંકલ્પ સંમેલન યોજાયું

|
Google Oneindia Gujarati News

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં યોજાયેલ કોંગ્રેસનું નવ સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. જનમેદનીને સંબોધન કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે જેમને માન સન્માન આપ્યું મોટા નેતા બનાવ્યા કાર્યકર્તા આગેવાનોએ ખભે બેસાડી વિધાનસભા સુધી પહોંચાડ્યા તેવા પક્ષ પલટો કરનાર લોકોએ રાજકીય સ્વાર્થ ખાતર જનાદેશનું અપમાન કર્યું છે, ત્યારે તેમને સબક શીખવવાનો સમય આવી ગયો છે.

congress

જગદિશ ઠાકોરે વધુમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષ હંમેશા આદિવાસી સમાજના હક્ક અધિકાર માટે લડત આપતો આવ્યો છે. આદિવાસી સમાજ તમામ 40 સીટ ઉપર કોંગ્રેસ પક્ષની ભવ્ય જીત અપાવશે લોભ-લાલચ કરનાર પક્ષ પલટુઓમાં તાકાત હોય તો ફરી ખેડબ્રહ્માની સીટ પરથી ચૂંટણી લડી બતાવે તેવો ચેલેન્જ પણ આપ્યો હતો. આદિવાસી સમાજ અને કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર આગેવાન ભાજપના ઉમેદવારને કારમી હારનો સ્વાદ ચખાડશે.

પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ૧૫ વર્ષમાં ધારાસભ્ય રહેલા અશ્વિન કોટવાલ એ કેટલા રૂપિયા ભેગા કર્યા તેનો જવાબ જનતાને આપે, ખેડબ્રહ્મા ના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલને કોંગ્રેસે દંડક અને વિધાનસભા તેમજ સંગઠન માં મહત્વની જવાબદારી આપી તેમ છતાં માત્ર લોભ લાલચ અને રાજકીય મહેચ્છાને લીધે ભાજપમાં જોડાયા છે.

તાજેતરમાં ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારાના નિધન બાદ તેમના પુત્ર કેવલ જોશીયારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે.

English summary
nav sankalp sammelan of congress held at khedbrahma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X