For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : નવરાત્રીની આઠમના દિવસે કરો અંબાજીના દર્શન

નવરાત્રીની આઠમના રોજ કરો માં અંબાના અંબાજી મંદિરના દર્શન. અહીં નવરાત્રી દરમિયાન થાય છે ખાસ પુજા અને કાર્યક્રમનું આયોજન. જુઓ અંબાજીની નવરાત્રી આ વીડિયોમાં

By Chaitali
|
Google Oneindia Gujarati News

Recommended Video

Amba Ji Navratri; Watch here Amba ji Puja and Garba here

આજે છે આઠમ. નવરાત્રી દરમિયાન આઠમનું અનેરું મહત્વ હોય છે. આઠમના દિવસે અનુષ્ઠાન અને વ્રત કરવામાં આવે છે. સાથે જ મંદિરમાં આઠમનો હવન પણ કરવામાં આવે છે. ત્યારે આજે આઠમના પવિત્ર દિવસે અમે વનઇન્ડિયા ગુજરાતીના આ ખાસ વીડિયોમાં અને તમને માં અંબાના મંદિરના ખાસ દર્શન કરાવી રહ્યા છીએ. અને અંબાજીમાં રમાતી નવરાત્રી તમને બતાવી રહ્યા છે. અંબાજીમાં નવરાત્રી દરમિયાન ખાસ લાઇટનીંગ કરવામાં આવે છે. અને મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં લોકો નવરાત્રી રમે છે. અને આ સમયે ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળે છે.

ambaji

એટલું જ નહીં મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા માઇ ભક્તો નવરાત્રી દરમિયાન અહીં ગરબા રમી ધન્યતા અનુભવે છે. અહીં નવરાત્રીના નવે નવ દિવસ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અને આઠમના હવનના દર્શન કરવાનું અહીં ખાસ મહત્વ હોય છે. જે માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. અને માનતા મુજબ અનેક લોકો આ હવન જોઇને જ ભોજન ગ્રહણ કરે છે.

English summary
Navratri 2017 : Do special Darshan of Ambaji during Navratri. Also enjoy in this video Ambaji Navratri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X