તો આ રીતે શરૂ થઈ હતી નવરાત્રીની ઉજવણી, જાણો 2 પૌરાણિક કથા
Navratri 2024: થોડા દિવસોમાં શારદિય નવરાત્રી એટલે કે માતાજીના નોરતા શરૂ થવા જઇ રહ્યા છે. નોરતાની તૈયારીમાં સમગ્ર દેશ હર્ષોઉલ્લાસ સાથે જોડાઇ ગયો છે. 9 દિવસ સુધી ચાલનારા આ નોરતામાં લોકો માતાજીની આરાધના કરે છે. આ સાથે મન મૂકીને ગરબા પણ રમે છે.
વર્ષ 2024માં 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થશે. નવરાત્રી દરમિયાન, ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે, અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ પણ રાખે છે.
દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. નવરાત્રીએ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે.
નવરાત્રીના તહેવારની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ અહેવાલમાં આજે આપણે નવરાત્રી સાથે જોડાયેલી બે પૌરાણિક કથાઓ વિશે જાણીશું.
નવરાત્રી સંબંધિત પ્રથમ કથા
હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવી દુર્ગા અને મહિષાસુરની કથાનો ઉલ્લેખ છે. આ કથા દ્વારા આપણને સત્તા અને અધર્મ પર ધર્મની જીતનો સંદેશ મળે છે. આ દંતકથા અનુસાર, મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો, જેણે પોતાની શક્તિના નશામાં સ્વર્ગ અને પૃથ્વી પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું.

મહિષાસુરે તપ કરીને ભગવાન બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે, કોઈ પણ દેવ, રાક્ષસ કે મનુષ્ય તેને મારી શકે નહીં. આ પછી ત્રણેય દેવોએ તેમની શક્તિઓનું સંયોજન કર્યું અને દેવી દુર્ગાને પ્રગટ કરી હતી. આ ઉપરાંત બધા દેવતાઓએ તેમના શ્રેષ્ઠ શસ્ત્રો દેવી દુર્ગાને આપ્યા હતા.
આ પછી મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મહિષાસુરે અનેક સ્વરૂપો બદલ્યા, પરંતુ દેવી દુર્ગાએ મહિષાસુરના દરેક સ્વરૂપને હરાવ્યા. યુદ્ધના અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો.
એવું માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ કર્યો. વિજયની યાદમાં, દેવતાઓએ માતા દુર્ગાની પ્રશંસા કરી અને તેમનું નામ મહિષાસુરમર્દિની રાખ્યું.
આજે પણ નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના મહિષાસુર સાથેના નવ દિવસના યુદ્ધને યાદ કરીને માતા શક્તિની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રીને લગતી બીજી કથા
રામાયણમાં વર્ણવેલી કથા અનુસાર, ભગવાન રામે લંકામાં રાવણ સામે યુદ્ધ કરતા પહેલા 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી હતી. ભગવાન રામની ભક્તિથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમને યુદ્ધમાં વિજયનું વરદાન આપ્યું હતું.
દસમા દિવસે ભગવાન રામે રાવણને યુદ્ધમાં હરાવ્યો હતો. તેથી નવરાત્રી પછીના દસમા દિવસને વિજ્યાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી, ત્યારથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
