Navratri rain forecast : નવરાત્રિમાં વરસાદની કેટલી સંભાવના? જાણો હવામાન વિભાગની તાજી આગાહી
Navratri rain forecast : નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આ દરમિયાન તેમના ઉત્સાહ પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, ગુજરાતના કેટલાક ભાગોમાં પહેલી ઓક્ટોબર સુધી હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિના પહેલા ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.
આ સાથે કેટલાક જિલ્લાઓમાં વીજળી, ગાજવીજ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
- ઉત્તર અને મધ્ય ગુજરાત : સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર
- દક્ષિણ ગુજરાત : વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી
- સૌરાષ્ટ્ર અને કચ્છ : સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ
- કેન્દ્રશાસિત પ્રદેશો : દમણ, દીવ, દાદરા અને નગર હવેલી
જો કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીની લાંબા ગાળાની આગાહી સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે.












Click it and Unblock the Notifications
