કામધેનુ યુનિવર્સિટી દ્વારા NDDBના ચેરમેન મિનેશ શાહને ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવી એનાયત
કામધેનુ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન મિનેશ શાહને ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવી પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં તેમના નિરંતર યોગદાન બદલ કામધેનુ યુનિવર્સિટીએ તેમને માનદ પદવી આપી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એન.ડી.ડી.બી.ના ચેરમેન મિનેશ શાહ સાથેની વાતચીતમાં દેશી ગાયની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા, ઊંચી નસલની બ્રીડ તૈયાર કરવા અને સેક્સ શૉર્ટેડ સિમેન ટેકનોલોજીનો વ્યાપ વધારવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો. તેમણે કહ્યું કે, આવા ઉપાયોથી કિસાનો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે.
કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલા રજીસ્ટ્રાર ડૉ. એમ એમ ત્રિવેદી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
