• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટાટા નેનો સાણંદ પ્લાન્ટમાં નવી કાર XO પણ બનશે

|
tata-xo
અમદાવાદ, 16 મે : ભારતની સૌથી સસ્તી કાર ટાટા નેનોને ભારતમાં જોઈએ તેવી સફળતા મળી નથી અને કંપની દ્વારા તેના ટર્નઓવરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે હવે ટાટા મોટર્સ તેમના સાણંદમાં આવેલા નેનો પ્લાન્ટનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવા માગે છે. કંપની પ્લાન્ટની ઉત્પાદનક્ષમતાનો મહત્તમ લાભ લેવા માટે હવે આ પ્લાન્ટમાં અન્ય સ્મોલ કારનું પણ ઉત્પાદન કરવાની શરૂઆત કરી રહી છે. આ અંતર્ગત ટાટા તેની નવી ઇકોફ્રેન્ડલી કાર ટાટા XO (ટાટા એક્સઓ)નું ઉત્પાદન આ પ્લાન્ટમાં કરવા વિચારી રહી છે. આ કાર વર્ષ 2015માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

ટાટાએ એપ્રિલમાં માત્ર 948 નેનો કારનું વેચાણ નોંધાવ્યું છે, ત્યારે કંપની તેના પૂણેના રંજનગાલ અને ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદનની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપની હાલ એક અન્ય કોમ્પેક્ટ કારનું સાણંદના પ્લાન્ટમાં ઉતાપાદન કરવાનુ વિચારી રહી છે અને આ કાર બજારમાં વર્ષ 2015 સુધીમાં આવી જાય તેવી શક્યતા છે.

કંપનીના એક અગ્રણી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, ટાટા મોટર્સ હાલ ઈન્ડિકા પ્લેટફર્મ પર તૈયાર થતી એક્સઓ કોડનેમ ધરાવતી કારનું સાણંદના પ્લાન્ટમાં ઉત્પાદન કરવાનું વિચારી રહી છે. આ પ્લાન્ટમાં સુચિત કારનું ઉત્પાદન હાથ ધરવા માટે હાલ કંપની દ્વારા શ્કયતાદર્શી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

નેનો પ્લાન્ટની ઉત્પાદનક્ષમતા ઘણી વધારે છે, પરંતુ હાલના ઉત્પાદન ઓછુ કરવામાં આવતું હોવાથી આ પ્લાન્ટની કુલ ઉત્પાદનક્ષમતાનો માત્ર 20 ટકા ઉપયોગ જ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2012-13ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં નેનોનું સરેરાશ માસિક ડિસ્પેચ 2,400 યુનિટ નોંધવામાં આવ્યું છે. જે પહેલા 6,600 યુનિટ હતું. આમ, પ્લાન્ટનું બીજું સૌથી નીચું ડિસ્પેચ એપ્રિલ 2013માં નોંધાયું છે.

English summary
New car XO will also manufactured in Tata Nano Sanand plant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more