ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાયુ, જાણો ખાસિયત
ભરૂચ ખાતે નવા નિર્માણ પામેલા આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાયુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ નવા બસ પોર્ટને લોકો માટે ખુલ્લુ મુક્યુ હતુ.
ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં ૧૧૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસ પોર્ટનો હવે લોકોને લાભ મળશે.

અહીં મુખ્યમંત્રીએ લોકોને સંબોધતા કહ્યું કે, નાગરિકો, સામાન્ય માનવીઓ માટે વાહનવ્યવહારના સરળ અને સક્ષમ માધ્યમ એસટીની સેવાઓ અને બસમથકોમાં આધુનિક બદલાવ આવ્યો છે.
મુખ્યમંત્રીએ બસ મથકોને એરપોર્ટ જેવી અદ્યતન સવલતો સાથેના બસપોર્ટ તરીકે વિકસાવવામાં આવ્યા છે તેની સાથોસાથ એક સમયે દયનીય હાલતની એસટી સેવાઓ આજે વોલ્વો જેવી સુવિધાસભર બસોથી સજ્જ બની છે તેની પણ સરાહના કરી હતી.
જણાવી દઈએ કે, એસ.ટી નિગમની મુસાફર લક્ષી સેવા-સુવિધાઓમાં પર્યાવરણ જાળવણી માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતાં એસ.ટી. નિગમે પ૦ ઇ-બસો સેવામાં મૂકી છે અને વધુ રપ૦ બસો ભવિષ્યમાં સેવામાં મુકાવાની છે.
વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે ભરૂચ જિલ્લાને ઘણી જ અમૂલ્ય ભેટ મળી છે. તમામ નાગરિકો માટે એરપોર્ટને ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવતું બસ પોર્ટ ખુલ્લુ મુકયું છે. ગુજરાત રાજ્યમાં ૧૫ જેટલા બસ સ્ટેશનોને બસ પોર્ટમાં બદલવામાં આવ્યા છે અને લગભગ ૨૦૦૦ જેટલી નવી બસો રાજ્યને ભેટ આપી છે. અને નવી ૩૦૦ જેટલી ટ્રીપ વધારાઈ છે.
નવી બસોમાં હાલની જરૂરીયાત પ્રમાણે સુવિધાઓ આપવામાં આવી છે. ચાર્જિગ પોઈન્ટ, બસના સિટનું મટીરીયલ બદલી અગવડતાને સગવડતાના રૂપમાં રાખી ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. રોજગારીનું સૌથી મોટું ગ્રોથ સેક્ટર ભરૂચ જિલ્લો બન્યો છે. આ બસ પોર્ટ હવે તમામ લોકો માટે સારી સુવિધાયુકત બન્યુ છે. હર્ષ સંઘવીએ લોકોને જાળવણી કરવા અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
