નીમાબહેન આચાર્યએ હંગામી સ્પિકર તરીકે કર્યા શપથગ્રહણ

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાના પ્રોટેમ એટલે કે હંગામી સ્પીકર તરીકે મંગળવારે નીમાબહેન આચાર્યએ શપથ લીધા હતા. નીમાબહેન આચાર્યની શપથવિધી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા રાજ્યના ચિફ સેકેટ્રરી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોટેમ સ્પીકર તરીકેની આ શપથવિધી બાદ નીમાબહેન આચાર્યએ અન્ય ધારાસભ્યોને શપથ લેવડાવી હતી. આ શપથવિધી ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ એકના સાબરમતી હોલમાં કરવામાં આવી હતી, જેમાં નીમાબહેને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિપક્ષના નેતા, દંડક સહિત કોંગ્રેસ અને ભાજપના સિનિયર નેતાઓને વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતા.

nimaben acharya

હાલમાં ગુજરાત વિધાનસભાનું રિનોવેશન ચાલતુ હોવાના કારણે શપથવિધીનો કાર્યક્રમ સાબરમતી હોલમાં યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રોટેમ સ્પીકર એટલે હંગામી સ્પીકર એને કહેવાય છે જે ચૂંટણી પછીના પ્રથમ સત્રમાં સ્થાયી અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષની ચૂંટણી થવા સુધી સંસદ કે વિધાનસભાનું સંચાલન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો કામચલાઉ ધોરણે નિયુક્ત કરવામાં આવેલા સ્પીકર પ્રોટેમ સ્પીકર કહેવાય છે. પ્રોટેમ સ્પીકર ત્યાં સુધી પોતાના પદ પર રહે છે જ્યાં સુધી સ્થાયી અધ્યક્ષની પસંદગી ન કરવામાં આવે.

English summary
Nimabahen Acharya took oath as temporary speaker.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.